________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યમાન હોવા છતાં, એ ધર્મ-ચિકિત્સાનો વિચાર કરવામાં આવતો નથી, એટલું જ નહીં, પેલા વ્યાધિગ્રસ્ત પુરુષનો સામાન્ય ઔષધોપચાર પણ કરવામાં આવતો નથી.. એ કેટલો દુઃખી છે? અને આપણે આનંદ કરીએ છીએ. તે ઉચિત નથી. માટે મારે વસંતોત્સવ નથી માણવો” કુમાર સમરાદિત્ય પોતાના રથમાં જઈને બેઠાં.
નગરજનોએ કહ્યું: “હે યુવરાજ, અમે હમણાં જ એ પુરુષનો ઔષધોપચાર કરીએ છીએ, પરંતુ નગરજનોના આ ચાલ મહોત્સવમાં રસભંગ ના કરશો.”
સારથિએ કહ્યું: “મહારાજકુમાર, નગરજનો ઉચિત વાત કરે છે. એ પુરુષને ઔષધોપચાર આપવામાં આવે છે. આપ આજે વિવિધ નૃત્ય, ગીત અને નાટકને જુઓ-સાંભળો.”
કુમારે કહ્યું: “ભલે, રથને આગળ ચલાવો...”
સારથિએ રથને હાંક્યો. નૃત્યમંડળીઓ નાચવા લાગી, વિવિધ વાજિંત્રો વાગવા માંડ્યાં. સર્વત્ર આનંદ ઊછળ્યો.
0 0 0 આગળ વધતાં, રસ્તાની એક બાજુ એક ઘર હતું. એ તરફ કુમારની દૃષ્ટિ ગઈ. ઘરની પરસાળમાં એક અતિ વૃદ્ધ પતિ-પત્નીનું જોડલે બેઠેલું હતું. એ બંનેના શરીરનાં બધાં જ અવયવો સુકાઈ ગયેલાં હતાં. ગાત્રો અત્યંત ઢીલાં પડી ગયાં હતાં. માથા પરથી બધાં વાળ ખરી પડ્યાં હતાં. શરીર કંપતાં હતાં. આંખો ઊંડી ગઈ હતી. મુખમાંથી બધા જ દાંત પડી ગયેલાં હતાં. બંનેને ભયંકર દમ ચડ્યો હતો. તે છતાં તેમના પુત્રો એ બંને વૃદ્ધ માતા-પિતાને હડધૂત કરતાં હતાં.
કુમારે સારથિને પૂછયું: “રે સારથિ, આ દશ્ય કઈ જાતનું છે?' પેલા અતિ વૃદ્ધ સ્ત્રી-પુરુષ તરફ આંગળીથી નિર્દેશ કરીને, કુમારે પૂછ્યું.
મહારાજકુમાર, આ કોઈ જોવા યોગ્ય દશ્ય નથી. આ તો વૃદ્ધાવસ્થાથી હેરાનગતિ ભોગવનાર પતિ-પત્ની છે.”
અરે સારથિ, આ વૃદ્ધાવસ્થા કોણ છે? મહારાજ કુમાર, કાળ-બળના કારણે આ શરીરની આ દશા થાય છે. શરીરની આ વૃદ્ધાવસ્થા, જરા-અવસ્થા કહેવાય.”
સારથિ, આ “જરા” અવસ્થા દુષ્ટ છે, લોકોનું અહિત કરનારી છે, તો પિતાજી રાજા હોવા છતાં આ “રા'ની ઉપેક્ષા કેમ કરે છે?”
હ દેવ, પિતાજી પણ તેનો ઉપાય કરી ના શકે.”
સારથિ, ઉપાય કેમ ના કરી શકાય? હું હમણાં એનો ઉપાય કરું છું.' કુમારે મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી, ઊભો થયો અને રથમાંથી નીચે ઊતરી પડયો. વૃદ્ધ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૫૧
For Private And Personal Use Only