________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા, યુવરાજે તો આજે ગજબ કર્યો' રાજપુરોહિત દેવસેન દોડતો રાજમહેલમાં મહારાજા પાસે પહોંચ્યો. “શું થયું દેવસેન?
મહારાજા, માર્ગમાં વ્યાધિગ્રસ્ત પુરુષને જોઈ, મહારાજકુમારે ઉપદેશ આપ્યો. અતિ વૃદ્ધ પતિ-પત્નીને જોઈને, રાજકુમારે સહુને તત્ત્વબોધ આપ્યો અને મૃતદેહની નનામી જોઈને યુવરાજે “મૃત્યુ' પર બોધ આપ્યો.... અને વસંતોત્સવની ઉજવણી બંધ થઈ ગઈ... સહુ લોકો પોતપોતાના કાર્યમાં લાગી ગયાં.... રંગમાં ભંગ પડ્યો મહારાજા!”
મહારાજાના મનમાં થોડો ઉગ થયો. તેમને ચિંતા થવા લાગી. હજુ કુમારનું ચિત્ત સંસારના મનોહર પદાર્થોમાં લાગતું નથી. હજુ તેનું મન વિરક્ત જ છે. નગરની સુંદરી.. પણ કુમારને વિલાસી ના બનાવી શકી. ત્રણ મિત્રો પણ કુમારને વિષયાસક્ત કે શૃંગારપ્રિય ન બનાવી શક્યા. ખેર, સમજાતું નથી, કુમારની શી ભવિતવ્યતા છે? પાસે ઊભેલા પ્રતિહારીને કહ્યું: ‘જા, અને યુવરાજને મારી પાસે બોલાવી લાવ.”
પ્રતિહારીએ જઈને, કુમાર સમરાદિત્યને મહારાજાનો સંદેશો આપ્યો. કુમારે કહ્યું: ‘પ્રતિહારી, પિતાજીને કહે કે હું હમણાં જ એમની સેવામાં ઉપસ્થિત થાઉં છું.” પ્રતિહારી ગયો. કુમારે સારથિને કહ્યું: “રથને રાજમહેલ લઈ ચાલ.”
સારથિએ રથને રાજમહેલ તરફ હંકારી મૂક્યો. રથમાંથી ઊતરી, કુમાર મહારાજ પાસે ગયો. મિત્રો પોતપોતાના સ્થાને ગયાં. કુમારે મહારાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા અને મહારાજાની પાસે બેઠો. પિતાજી, મને શીઘ બોલાવ્યો કંઈ? કોઈ વિશેષ પ્રયોજન?” “વત્સ, મારે તને કંઈક કહેવું છે.” “પિતાજી, આપ નિશ્ચિતતાથી કહી શકો છો.' “પરંતુ કુમાર, હું કહું એ પ્રમાણે તારે અવશ્ય કરવાનું છે.” 'પિતાજી વડીલોનાં અને ગુરુજનોનાં વચન અલંઘનીય હોય છે. છતાં આપ આ રીતે મારા પર માનસિક દબાણ શા માટે લાવો છો? એ મને સમજાતું નથી. ગુરુજનોનાં વચન પર વિચાર કરવાનો હોય જ નહીં! આપ જે પ્રમાણે આજ્ઞા કરશો, તે પ્રમાણે કરીશ.... પિતાજી, ગુરુજનોની પૂજા, એ તો ધર્મની પૂર્વભૂમિકા છે. એમાંય “દુ:પ્રતિકારી માતાપિતરો” માતાપિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. વાળવો ઘણો ઘણો દુષ્કર હોય છે.'
કુમાર...” મહારાજાનો- કંઠ અવરુદ્ધ થઈ ગયો. તેમણે ઊભા થઈ, કુમારને પોતાની છાતીએ ચાંપ્યો. તેના મસ્તક પર હાથ ફેરવતા રહ્યાં. હર્ષનાં આંસુઓ ટપકવા લાગ્યાં. ગદ્ગદ સ્વરે તેઓ બોલ્યા:
૧3પs
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only