________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારીગરોનાં ટાંકણાં સુંદર ભાત પાડી ઊઠે, એ માટે એમણે ગુર્જર અને મરુ દેશમાંથી આરસ મંગાવ્યો છે. પંજાબની ખાણોમાંથી સૂર્યકાન્ત પથ્થર, મોં -માંગ્યાં મૂલ આપીને આણ્યો છે. તે ઉપરાંત આગ્રાની પાસેનો રાતો પથ્થર પણ મંગાવ્યો છે. ગોવળકોંડાથી હીરા, બુંદેલ ખંડથી પન્ના, ખંભાતથી અકીક, ઇરાનથી અબરખ, ગોમેદ મંગાવ્યા છે. એ મહેલને સોનાનાં કમાડો લાગ્યાં છે. રૂપાના રવેશ અને સુખડના કઠેડાઓ રચાયા છે. દેશદેશથી સામગ્રી આવતી જાય છે. નિષ્ણાત કારીગરોની ભરતી થયા જ કરે છે. મહેલની આસપાસ સરુનાં ઝાડ, ભાત ભાતના ફૂલછોડ, સંગેમરમરનો હોજ વગેરેનું નિર્માણ કર્યું છે. મહારાજ કુમાર, તમે એ મહેલને જોશો ત્યારે તમને મહારાજાના હૃદયનો સાચો ખ્યાલ આવશે.
‘મને પિતાજીના અને માતાજીના અપાર સ્નેહનો અનુભવ છે અને હું એમના હૃદયને ક્યારેય દૂભવીશ નહીં, આ મારું વચન છે.’
‘ઘણું ઉત્તમ કહ્યું, કુમાર, હવે અમારે આ વિષયમાં વિશેષ કંઈ જ કહેવું નથી...' લલિતાંગે વાતને પૂર્ણ કરી.
‘મહારાજકુમાર, મહારાજા આપને અત્યારે યાદ કરે છે.’ પ્રતિહારીએ સમરાદિત્યને પ્રણામ કરી, નિવેદન કર્યું.
‘કોઈ પ્રયોજન તું જાણે છે?’
‘આપના મોસાળથી રાજપુરુષો આવેલા છે, મહારાજાની પાસે બેઠેલા છે ... આટલું હું જાણું છું.'
‘જેવી પિતાજીની આજ્ઞા. હું આવું છું.’ પ્રતિહારી ચાલ્યો ગયો. કુમારે રાજસભાને ઉચિત વસ્ત્રભૂષા કરી. અશોક વગેરે ત્રણે મિત્રોની સાથે કુમાર રાજસભામાં ગયો. કુમારે મહારાજાને પ્રણામ કર્યાં અને બાજુમાં બેઠો. મિત્રો કુમારની પાછળ બેઠા. મહારાજાએ સર્વપ્રથમ મિત્રો સામે જોયું. મિત્રોને પ્રસન્નવદન જોયાં. કુમા૨ને પણ પ્રફુલ્લિત નયનવાળો જોયો. મહારાજાએ કુમારને કહ્યું:
‘વત્સ, તું તારા મામા મહારાજા ખડ્ગસેનને જાણે છે, મહારાજાએ પોતાની અતિ પ્રિય બે પુત્રીઓ વિભ્રમવતી તથા કામલતાને, મંત્રીવર્ગ સાથે અહીં મોકલી છે, બંને રાજકુમારી તારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. બંને કન્યાઓને તારા પ્રત્યે અનુરાગ છે.’
‘પિતાજી, એમને કે મને અનુરાગ હોય કે નહીં, એ પછીની વાત છે, આપ અને મારી માતા તમે શું ઇચ્છો છો?' કુમારે કહ્યું:
‘અમારી એ જ ઇચ્છા છે કે આ બે કન્યાઓ સાથે તું લગ્ન કરીને, અમારા મનને પ્રસન્ન કર. કન્યાઓનાં માતા-પિતાને પણ હર્ષ થશે... કન્યાઓના મનોરથ ફળશે... અને રાજકુળના સર્વે વૃદ્ધજનોને આનંદ થશે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૩૩૧