________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાર વિચારવા લાગ્યો: “લગ્નની વાત કોઈ સારી વાત નથી જ. સંયોગો દુઃખનાં કારણો છે... પરંતુ આ ગુરુવચન છે, માતાપિતા ગુસ્થાને છે. ન છૂટકે પાલન કરવું પડે, એવું આ ગુરુવચન છે. ગુરુવચન ઉલ્લંઘી શકાય નહીં. વળી હું પિતાજી સાથે પૂર્વ વચનથી બંધાઈ ગયેલો પણ છું કે “આપ જે આજ્ઞા કરશો તે માનીશ. માટે આ વચન મારે માની લેવું જ રહ્યું. ગુરુ-આજ્ઞામાં તત્પર બનેલા જીવોનું ભાવથી અશુભ થતું નથી.”
કુમારને ગંભીર ચિંતનમાં ડૂબેલો જોઈ, મહારાજાને ચિંતા થઈ. તેમણે કહ્યું: ‘કુમાર, ચિંતા છોડી દે. મેં પૂર્વે તને કરેલી વાતનું સ્મરણ કર. વત્સ, તારા કલ્યાણની જ ભાવના છે, બીજી કોઈ જ ભાવના નથી, માટે કુમાર, તું મારી આજ્ઞાનો સ્વીકાર કર.”
કુમારનું મન હર્ષિત બન્યું. તેણે તરત જ કહી દીધું: “હે પિતાજી, જેમ આપ આજ્ઞા કરશો, તેમ કરીશ..”
બહુ સારું વત્સ, ઘણો જ સારો ઉત્તર આપ્યો. તારો વિવેક યોગ્ય છે. તારી ગુરુભક્તિ સુંદર છે, તું સાચે જ કલ્યાણનું પાત્ર છે. અલબત્ત, હું જાણું છું કે તારું હૃદય વિશુદ્ધ ધર્મનું પક્ષપાતી છે. સજ્જન પુરુષો વિશુદ્ધ ધર્મના પક્ષપાતી જોઈએ જ. કુમાર, હું સમજું છું કે આ સંસાર અસાર જ છે. વૈરાગ્યનું કારણ છે... છતાંય વિશુદ્ધ કુળ-પરંપરાને ટકાવવા માટે લગ્ન કરવા આવશ્યક છે. કુળક્રમને અનુસરવું જોઈએ. આ પ્રમાણે સર્વપ્રથમ,
લોકધર્મને અનુસરવું જોઈએ. છે તે પછી પરિપક્વ બનીને, અર્થ-કામ પુરુષાર્થ કરવા જોઈએ. પુત્રપ્રાપ્તિ થાય એટલે વંશની સ્થાપના થાય. તે પછી પ્રૌઢ વયે લોકમાં સારભૂત ધર્મનું શરણ અંગીકાર કરવું જોઈએ. આત્માને ગુણવાન બનાવી, વિશુદ્ધ ધર્મનું પાલન કરવું જોઈએ.
કુમાર, તેં મારી આજ્ઞા માની તેથી મારું મન પ્રસન્ન થયું. પરિણામ સારું જ આવશે..
આ જ સમયે અનેક શુભ શુકનો થયાં:
છે કારમાં પ્રવેશ કરતાં સિદ્ધાર્થ નામના પુરોહિતના મુખમાંથી હર્ષભરેલા શબ્દો નીકળ્યાં: “સંદેહ ના કરો, અવશ્ય પરિણામ સારું જ આવશે.'
મંગલ વાજિંત્રોના શબ્દ સંભળાયાં.
મદોન્મત્ત હાથીની ગુલ ગુલ કરતી ગર્જના સંભળાઈ. જ બંદી લોકોએ મહારાજાનો જયજયકાર કર્યો.
મહારાજાએ કહ્યું: ‘કુમાર, કેટલાં બધાં શુભ શુકન થાય છે! બધાં શુકનો અનુકૂળ થયાં છે.”
13ઉર
ભાગ-૩ ભવ નવમો
For Private And Personal Use Only