________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું વર્ણન તો કરું... મહારાજ કુમારે દત્તચિત્તે એ વર્ણન સાંભળવાનું અને લગ્ન માટે આપણી પાસે હા પાડવાની.'
હા ભાઈ, હું હા પડાવીશ.. તું વર્ણન તો કર.' કામાકુરે રાજકુમાર સામે જોઈને કહ્યું:
મેં એક જૂના પ્રાકૃત ભાષાના કવિએ કરેલા દેવસુંદરીના વર્ણનને વાંચ્યું છે. બસ, એવી જ આ બે રાજકુમારી છે, સાંભળો - જ મનહર રાજહંસીને ચાલે ચાલનારી. મસ્ત કટિપ્રદેશ અને પયોધરથી શોભાયમાન.
પૂર્ણ વિકસિત પા જેવાં લોચનવાળી, ક આકર્ષક વક્ષપ્રદેશ અને પતલી કમર!
સુવર્ણમણિની લટકતી કટિમેખલાથી કાંતિમાન! એ રૂમઝૂમતી ઘૂઘરીઓ, સુંદર તિલક અને વલયથી વિભૂષિત. સુંદર તિલક અને વલયથી વિભૂષિત. નેત્રોમાં કાજળની સુંદર રચનાવાળી...' અશોકે સૌન્દર્યપારાયણ પૂરું કર્યું. લલિતાગે મૌન તોડ્યું.
અશોક, તેં બે રાજકુમારીનું વર્ણન કર્યું. બરાબર છે, પરંતુ મહારાજકુમાર એ બંનેને જાળવશે ખરા ને? એ બંનેને પૂર્ણ સ્નેહ આપશે ને? એવું ન થાય કે કુમાર એમના ખંડમાં પરમાત્માનું ધ્યાન કર્યા કરે અને પેલી બે યુવરાજ્ઞી રાતે આકાશના તારા ગયાં કરે.... દિવસે પ્રહર ગણ્યા કરે અને વર્ષના અંતે વિરહનાં ગીતો ગાયાં કરે.'
લલિતાગે કુમાર સામે જોયું. કુમાર લલિતાંગ સામે જોઈ હસી પડયો, તેણે કહ્યું: ‘મિત્રો, આજે તમને શું થઈ ગયું છે? આજે મારા પર તમે સહુ વરસી પડ્યા છો. તે તે કાળે જે યોગ્ય હશે તે કરીશ! તમે જાણો છો ને કે હું તમારી દરેક વાત માનું છું. માતાપિતાની પણ એક એક આજ્ઞા માનું છું.'
મહારાજકુમાર, તમારી વાત સાચી છે. અમે તમને અમારા મિત્ર માનીએ છીએ.... મિત્ર જ નહીં, અમારા “ગુરુ માનીએ છીએ. તમને સાચી વાત કહું? મહારાજાને ચિંતા છે કે કદાચ તમે લગ્ન માટે સંમત ન થાઓ તો? તેમણે તો તમારા માટે કેટકેટલી ઉચ્ચ કલ્પનાઓ કરી છે. તમે અને અમે પણ જાણતાં ન હતાં કે મહારાજા એક દિવ્ય મહેલ તમારા માટે બનાવી રહ્યા છે. લગ્ન કરીને તમે એ મહેલમાં રહો - એ તેમની કામના છે. ગઈ કાલે જ મેં એ મહેલનું શિલ્પ-સ્થાપત્ય જોયું. મહારાજાને શિલ્પ-સ્થાપત્યની આટલી બધી અભિરુચિ.
4390
ભાગ-૩ જ ભવ નવમો
For Private And Personal Use Only