________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારથિ, મરનાર પુરુષ આ લોકોને પ્રિય હતો, તો પછી આ લોકો એ પ્રિયજનની પાછળ કેમ નથી જતા?'
હ દેવ, તે વાત અશક્ય છે..” કેમ?
મૃત્યુ પામી ગયેલા આત્માને આપણે જોઈ શકતા નથી. એ આત્મા ક્યાં ગયો? એ જાણી શકતાં નથી. મરનાર વ્યક્તિ કહીને જતી નથી કે “હું ફલાણી જગ્યાએ જાઉં છું. વળી હે કુમાર, દરેક જીવનાં કર્મો વિચિત્ર હોય છે. સંયોગો એકસરખા ટકતા નથી. સંયોગો એકસરખા ટકે તેટલો સ્નેહ પણ હોતો નથી. માટે માણસો મૃત પ્રિયજનની પાછળ મરી જતાં નથી.
કુમારે કહ્યું: “હે પ્રબુદ્ધ સારથિ, જો સંસારમાં સંયોગો એકસરખા ટકતા નથી તો એકબીજા સાથે પ્રીતિ રાખવી, નિરર્થક જ માનવી પડે.” સારથિ બોલ્યો: “હે દેવ, પરમાર્થ તો એ જ છે. “પ્રીત કિયે દુઃખ હોય.” હે સારથિ, તો આ મૃત્યુથી બચવાના ઉપાય શો?'
હે દેવ, ઉપાય તો યોગીપુરુષો જ બતાવી શકે, મારા જેવો અજ્ઞાની ઉપાય ના જાણી શકે... પછી બતાવવાની તો વાત જ ક્યાં રહી?'
કુમારે નગરજનોને પૂછ્યું: “હે નગરજનો, સારથિની આ વાત શું બરાબર છે? સાચી છે?”
“એમ જ વાત છે, સાચી વાત છે, મહારાજ કુમાર,’ નગરશ્રેષ્ઠીએ પ્રત્યુત્તર આપ્યો.
હે નગરજનો, જો “મૃત્યુ નિશ્ચિત છે, “મૃત્યુ'ની આગળ સર્વે જીવો પામર છે, સહુ જીવો માટે મૃત્યુ અનિવાર્ય છે, એકાંતે દુઃખદાયી છે, અપકારી છે. તો પછી આવા ઉત્સવોનું શું પ્રયોજન? હે નાગરિકો, એ મૃત્યુ પર વિજય મેળવવાનો જ પુરુષાર્થ કરવો જોઈએ. આવા ક્ષણિક આનંદ આપનારા ઉત્સવો ઉજવવામાં આ મનુષ્યજીવનનો મૂલ્યવાન સમય વેડફી નાખવાની મૂર્ખતા નહીં કરવી જોઈએ.” જ કુમારની આ તત્ત્વવાણી સાંભળીને, કેટલાક નગરજનો સંવેગ પામ્યાં. કેટલાક મનુષ્યો બોધિબીજ પામ્યાં. કેટલાક કુમારની મહાનુભાવતા પર ઓવારી ગયાં. જ કેટલાક કુમાર પ્રત્યે સ્નેહવાળા બન્યાં. કુમારે કહ્યું: “સારથિ, રથ પાછો વાળો... આ દુનિયામાં કંઈ જોવા લાયક નથી. એકમાત્ર આત્મસ્વરૂપ જ જોવા લાયક છે. એમાં પ્રયત્ન કરો.'
કુમારનો રથ પાછો ફર્યો. નગરજનો પણ ઉત્સવ સ્થગિત કરી, પોતપોતાનાં કાર્યોમાં પ્રવૃત્ત થયાં. શ્રી સમરાદિત્ય મહાકથા
૧3પપ
For Private And Personal Use Only