________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦પHI
પ્રજા આજે ઠેર ઠેર નાટારંભ કરતી હતી. માર્ગ પરનાં વાંસનાં ઝુંડ, કેળનાં જૂથ, ઊંચા તાડ અને નાળિયેરનાં વૃક્ષો દૂર દૂરથી ડોકિયાં કરી, જાણે સહુને આમંત્રી રહ્યાં હતાં. દૂર દૂર ઝરણાના કિનારે બેસીને, નિર્ભયપણે પાવો વગાડતાં ગોપબાળો. પાવો બાજુએ મૂકીને, વસંતોત્સવને જોવા તથા યુવરાજ સમરાદિત્યને જોવા દોડી આવ્યાં હતાં. નવા રોપેલા આંબાવડિયામાં ટહુકતી શરમાળ કોયલો, એમની સ્વરમાધુરીને રાજમાર્ગ સુધી રેલાવતી હતી. સમરાદિત્યની સવારી આગળ વધતી હતી.
રાજમાર્ગ ઉપરની ધર્મશાળાના પ્રાંગણમાં રમતાં નાના નાના મોર અને પોતાની સુવર્ણ ચંચથી કણ ચણતા કૂકડાઓ, ઊંચી ડોક કુમાર સામે જોઈ રહ્યાં હતાં.
એ જ સમયે યુવરાજે એક મૃત દરિદ્ર પુરુષની સ્મશાનયાત્રા જોઈ. જૂના ખાટલામાં એ મૃતદેહને નાખીને, એના પર જીર્ણ વસ્ત્ર વીંટાળેલું હતું. ચાર પુરુષોએ એ નનામી ઉપાડેલી હતી. એ મૃત વ્યક્તિનો સ્વજનવર્ગ દીનદુઃખી બનીને, નનામીની પાછળ ચાલતો હતો. અનેક સ્ત્રીઓ રુદન કરતી હતી. મૃત પુરુષની પત્ની છાતી ફાટ આક્રંદ કરી રહી હતી.
યુવરાજ રથને થોભાવી, સારથિને પૂછ્યું : ‘રે સારથિ, મોહવાસનાની વાત પછી વિચારજો, પહેલાં એ કહો કે આ દૃશ્ય શાનું છે? આમાં શું જોવા લાયક છે?'
સારથિને કુમારે નનામી દેખાડતાં પૂછયું. સારથિએ સ્મશાનયાત્રા જોઈને, વિચાર ર્યો: “સંસાર તરફ વૈરાગ્ય જગાવનારાં એક પછી એક દૃશ્યો આજે જોવા મળે છે... ખરેખર, સંસારની અસારતા સમજાય છે. શું કુમાર સંસારનો આ પ્રપંચ નહીં જાણતા હોય? જાણતા જ હશે, પરંતુ અમારા જેવા લોકોને પ્રતિબોધવા માટે જ આ રીતે પૂછતા લાગે છે. આવું મારું અનુમાન છે. તેઓ મને પૂછે છે, તો મારે એમને પ્રત્યુત્તર આપવો જ પડશે.”
“મહારાજ કુમાર, આ કોઈ જોવાલાયક વસંતોત્સવનું દશ્ય નથી. આ તો મરી ગયેલા માણસને, બાળી નાખવા સ્મશાને લઈ જાય છે. માણસ મૃત્યુ પામે એટલે સ્મશાને લઈ જવાનો, સંસારનો રિવાજ છે.'
હે સારથિ, આ “મૃત્યુ' કોણ છે?” “હે યુવરાજ, માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય, તેને મૃત્યુ કહેવાય, પછી આત્મા વિનાના શરીરને સ્વજનો પણ ત્યજી દે છે, તે મૃતદેહને બાળી નાખે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૫૩
For Private And Personal Use Only