________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે સારથિ, તો તો ખરેખર, મૃત્યુ લોકો માટે અહિતકારી કહેવાય ને? તો પછી પિતાજી એનો ઘાત કેમ કરતાં નથી?”
માર્ગમાં રથ ઊભો રહી જવાથી નગરજનો કુમારના રથને ઘેરીને, ઊભા રહી ગયાં હતાં. નૃત્ય સ્થગિત થઈ ગયાં હતાં. વાજિંત્રો વાગતા બંધ થઈ ગયાં હતાં. આગળ ચાલતા રાજકુમારો પણ યુવરાજની પાસે આવીને, ઊભા રહી ગયાં હતાં. સારથિએ કુમારને કહ્યું:
મહારાજકુમાર, આ “મૃત્યુ'નો વધ કરવા મહારાજા પણ સમર્થ નથી. દેવદાનવો પણ સમર્થ નથી.'
હે લલિતાંગ, મને ખડ્રગ આપ. હું હમણા એ નનામી પાસે જઈને, એ મૃત્યુનો ઘાત કરીશ.”
ખગ લઈને કુમાર નનામી તરફ ધસ્યો. તેણે રાડ પાડીને કહ્યું: “અરે દુષ્ટ મૃત્યુ, આ પુરુષને છોડી દે.. નહીંતર મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા...' તે ખગ સાથે આગળ વધતો હતો, પરંતુ લલિતાગે તેને પકડી રાખ્યો. અશોક અને કામાંકુર પણ એમના રથમાંથી ઊતરી આવ્યા અને કુમારની સામે ઊભાં રહ્યાં.
સારથિએ કહ્યું: “મહારાજકુમાર, આ દુષ્ટ મૃત્યુ કોઈ પુરુષ નથી. કોઈ રાજા-- મહારાજા મૃત્યુને રોકી શકતાં નથી. ગમે તેટલા ઔષધોપચાર કરવામાં આવે, છતાં મૃત્યુ વહેલું કે મોડું નિશ્ચિત જ હોય છે.”
દરેક જીવાત્માનું શરીર, પોતપોતાનાં કર્મોના અનુસાર બને છે અને કર્મોના અનુસારે જ ટકે છે... “આયુષ્ય-કર્મ' પૂરું થાય એટલે શરીર નાશ પામે. આને મૃત્યુ કહેવાય. દરેક જીવ માટે આ સામાન્ય નિયમ હોય છે....'
કુમારે નગરજનો સામે જોઈને પૂછયું: “હે નગરજનો, શું આ સારથિની વાત સાચી છે?”
હાજી, મહારાજ કુમાર, વાત સાચી છે.” કુમારે સારથિને પૂછ્યું: હે સારથિ, આ મૃત પુરુષને એના સ્વજનો કેમ છોડી દે છે?”
હે દેવ, હવે મૃતદેહને રાખીને શું કરવાનું? શરીરમાંથી આત્મા ઊડી ગયો. પછી માત્ર જડ ક્લેવર જ રહે છે.” “સારથિ, જો આત્મા ચાલ્યો ગયો છે, તો પછી આ સ્વજનો વિલાપ કેમ કરે છે?'
સારથિએ કહ્યું “મહારાજકુમાર, આ મૃત પુરુષ, આ બધાનો પ્રિય પુરુષ હતો. એ પ્રિય પુરુષ પરલોકની યાત્રાએ ગયો... એ આત્મા અદૃશ્ય થઈ ગયો. તેના આ સ્વજનો એ મૃત પ્રિયજનનાં સુકતો યાદ કરી, શોકસાગરમાં ડૂબી ગયાં છે... શીક મનુષ્યને રુદન કરાવે છે... સિવાય રુદન, બીજું શું કરી શકે?”
૧3૫૪
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only