________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે દેવ, સુંદરમાં સુંદર એવું શરીર, કાળ પાકે એટલે વિનાશ પામે છે... આ વ્યાધિ, એ પુરુષનો વિનાશ કરશે...'
હે સારથિ, આ દુષ્ટ વ્યાધિ લોકોનું અહિત કરનાર છે, તો પિતાજી એને કેમ નભાવી લે છે?'
મહારાજ કુમાર, એનો પિતાજી વઘ ના કરી શકે.
કેમ? એ વ્યાધિ અવધ્ય કેમ? લાવ લલિતાંગ, મને તલવાર આપ.' લલિતાંગની કમરેથી તલવાર ખેંચી લઈ, કુમાર રથમાં ઊભા થઈ ગયાં. રથને સારથિએ ઊભો રાખ્યો. કુમાર છલાંગ મારી, રથમાંથી નીચે ઊતરી પડ્યાં અને મોટેથી બોલવા લાગ્યા: “અરે દુષ્ટ વ્યાધિ, આ પુરુષને છોડી દે, અથવા મારી સાથે યુદ્ધ કર...' - કુમારનો અવાજ સાંભળીને, નૃત્યમંડળીઓ શાંત થઈ ગઈ, ઊભી રહી ગઈ. નગરજનો ત્યાં ટોળે વળ્યાં, ત્યાં સારથિએ કુમારને કહ્યું:
હે યુવરાજકુમાર, રાજાઓ પણ જેને વશ કરી શકતા નથી એવો આ “વ્યાધિ” નામનો કોઈ દુષ્ટ પુરુષ નથી, પરંતુ એ જીવનમાં પોતાનાં કર્મ વિપાકથી ઉત્પન્ન થયેલી એક શરીરની અવસ્થા છે. એ કમવિપાકરૂપ વ્યાધિ ઉપર રાજાઓનો પ્રભાવ કામ લાગતો નથી. કર્મોના વિપાક સ્વરૂપ આ વ્યાધિ સર્વે જીવોને સામાન્ય હોય છે.' કુમારે નગરલોકોને પૂછ્યું: “શું આ વાત બરાબર છે?” નગરલોકોએ કહ્યું: ‘હા યુવરાજ, વાત એ પ્રમાણે જ છે.” કુમારે કહ્યું: “સારથિ, આ વ્યાધિથી ઘેરાયેલ મનુષ્ય પોતાના બળથી એ વ્યાધિનો ત્યાગ કેમ કરતો નથી? અને આવી ખરાબ અવસ્થામાં કેમ રહે છે?”
સારથિએ કહ્યું: “હે દેવ, આ વ્યાધિ એવો જ હોય છે કે જીવ એનાથી ઘેરાય, તે જીવનું બળ ચાલ્યું જાય. તેના શરીરની અવસ્થા દુઃખદાયી બને.' કુમારે કહ્યું: “સારથિ, આ વ્યાધિનો પ્રભાવ કોના ઉપર ચાલી શકતો નથી?'
સારથિએ કહ્યું: “હે કુમાર, જે જીવો પારમાર્થિક રીતે ધર્મ-પથ્યનું સેવન કરે છે અને અધર્મનો ત્યાગ કરે છે, એવા કોઈ મહાભાગ્યશાળી જીવ ઉપર વ્યાધિનો પ્રભાવ ચાલતો નથી.'
કુમારે કહ્યું: “હે સારથિ, જો એમ જ છે તો અહીં કેવો ઉપાય કરવો જોઈએ?”
સારથિ બોલ્યો: ‘મહારાજ કુમાર, પરમાર્થથી વિચારીએ તો ધર્મ-ચિકિત્સા છોડીને, બીજો કોઈ ઉપાય નથી.”
કુમારે નગરજનોને પૂછ્યું: “હે મહાનુભાવો, આ સારથિ જે વાત કરે છે, તે બરાબર છે?'
નગરજનોએ કહ્યું: “હે દેવ, સારથિની વાત બરાબર છે.” કુમારે ખેદ વ્યક્ત કરતા કહ્યું, “હે નગરજનો, વ્યાધિની ચિકિત્સા, તેનો ઉપાય
૧30
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only