________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વે નાગરિક સ્ત્રી-પુરુષોને ઘણો આનંદ થશે. આપે અમારા પર મહતી કૃપા કરી. અમને યુવરાજ-કુમારનાં દર્શન મળશે.’
નાગરિકોનું પ્રતિનિધિમંડળ ગયું.
મહારાજાએ કુમાર સમરાદિત્યને, પોતાની પાસે બોલાવીને, ખૂબ વાત્સલ્યથી કહ્યું: “હે વત્સ, આ નગરીનો પરાપૂર્વથી એવો રિવાજ ચાલ્યો આવે છે કે વસંતોત્સવમાં, રાજા નગરની મંડળીઓના આનંદ-ઉત્સવના કાર્યક્રમો નિહાળે. મેં આવા કાર્યક્રમો વર્ષોવર્ષ જોયા છે. નગરજનો આપણા જવાથી ઘણા ઉત્સાહિત થાય છે, પ્રમુદિત થાય છે. કુમાર, તારે પણ આ પરંપરા ચાલુ રાખવાની છે. મહાજનો યેન ગતઃ સ પન્થાઃ
આપણા વડીલોએ જે પ્રશસ્ત માર્ગ ગ્રહણ કર્યો હોય તે માર્ગને અનુસરવું જોઈએ, માટે આ વખતે કુમાર, તું આ વસંતોત્સવના કાર્યક્રમોને જો. એનાથી રાજપરિવારને અને નગરજનોને મહાપ્રમોદ થશે...'
જેવી પિતાજીની આજ્ઞા.” કોઈ જ તર્ક કર્યા વિના, કુમારે પિતાનાં ચરણે પ્રણામ કરી, હા પાડી દીધી. મહારાજાને ઘણો આનંદ થયો. તેઓએ ત્યાં ઉપસ્થિત બે પ્રતિહારીઓને આજ્ઞા કરી:
“જાઓ, સુબુદ્ધિ, જ્ઞાનગર્ભ આદિ મંત્રીઓને, મારી આજ્ઞા સંભળાવો કે આજે નમતા પહોરે નગરીનો વસંતોત્સવ જોવા માટે યુવરાજ જશે. તેમની સાથે સ્વજનો, મિત્રો વગેરે પણ જશે. માટે ત્રણ રથ તૈયાર કરાવો. એક યુવરાજ માટે, એક રાજપરિવાર માટે અને એક રથ મિત્રો માટે આગળ ૧૦ અશ્વારોહી સૈનિકો રહેશે, પાછળ પણ ૧૦ અશ્વારોહી રહેશે. આ રીતે તૈયારી કરીને, મને સમાચાર આપો...'
પ્રતિહારીઓ પણ પ્રસન્નચિત્ત થઈ ગયા. “ક્યારેય નહીં, ને આજે યુવરાજ વસંતોત્સવ જોવા માટે પધારશે. ગીત-નૃત્ય કરનારી મંડળીઓ અને નાટક કરનારી મંડળીઓ પણ યુવરાજને જોઈને, ખૂબ ઉલ્લિત થશે! આપણને પણ ખૂબ આનંદ થશે. પ્રજા તો યુવરાજને જોઈને, ગાંડીઘેલી બની જશે.'
પરસ્પર વાર્તાલાપ કરતા, તે પ્રતિહારીઓ મંત્રી પાસે ગયા. સુબુદ્ધિ, જ્ઞાનગર્ભ, વગેરે મંત્રીઓએ “યુવરાજ આજે વસંતોત્સવ જોવા નગરમાં પધારવાના છે.' જાણ્યું, ત્યારે રાજી થઈ ગયાં. મહામંત્રી સુબુદ્ધિએ કુમાર માટે સુવર્ણનો રત્નજડિત રથ તૈયાર કરાવ્યો. રથનાં ચક્રો સાથે ઘૂઘરીઓના ગુચ્છા બાંધ્યા. રત્નમાળાઓ અને મોતીની મેરોથી રથને સજાવ્યો. મહિતારકોની રચના કરી. કુમારને બેસવા માટે, દિવ્ય અને મુલાયમ આસન તૈયાર કર્યું.
બીજા બે રજતના રથ તૈયાર કર્યો. પુષ્પમાળાઓથી સજાવ્યાં. બંને રથમાં ચાર ચાર આસનો સ્થાપિત કર્યા. રથોના અશ્વો માટે પણ કનક અને રજતનાં આભૂષણો લાવવામાં આવ્યાં. અશ્વોને સજાવ્યો.
ભાગ-૩ + ભવ નવમો
૧3૪૮
For Private And Personal Use Only