________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણે મિત્રો સુંદરીના ગહન વિચારમાં ખોવાઈ ગયા. થોડી વાર મૌન ધારણ કરીને, સમરાદિત્યે પોતાની વાત આગળ કહી.
મિત્રો, હું તો તમને ત્રણને પણ કહું છું કે તમે આ સંસારનાં ક્ષણિક અને તુચ્છ સુખોનો આગ્રહ છોડો... હું ઇચ્છું છું કે તમે સન્માર્ગના યાત્રિક બનો..” લલિતાગે કહ્યું: “મહારાજકુમાર, આપ કહો, અમે શું કરીએ.” મિત્રો, પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ ઓછી કરો,
ભવસ્વરૂપનું ચિંતન કરો. જ ઉન્માર્ગગામી મિત્રોની મિત્રતા ત્યજી દો. - સાધુપુરુષોનો પરિચય કરો અને
યથાશક્તિ દાન, શીલ, તપની ભાવપૂર્વક આરાધના કરી, તમારા જીવનને ઉન્નત બનાવો.
અશોકે કહ્યું: “કુમાર, બોલવામાં અવિનય થાય તો ક્ષમા કરજો, પણ તમે કહ્યું કે ઉન્માર્ગગામ મિત્રોનો ત્યાગ કરજો, તો પછી તમે અમારી મિત્રતા કેમ કરી? અમે શરાબી છીએ, જુગારી છીએ, વેશ્યાગામી છીએ... અમારા જેવા પાપી.... કુટિલ બીજા લોકો નહીં હોય.. અને આપ આ બધું જાણતાં હતાં, છતાં અમારી મિત્રતાનો સ્વીકાર કેમ કર્યો?”
સમરાદિત્યના મુખ પર સ્મિત રમી રહ્યું. તેણે અશોકને કહ્યું : “અશોક મને જ્યારે તમારો પરિચય થયો, તમારામાં મેં બીજી ઘણી વિશેષતાઓ, ગુણો જોયાં હતાં... અને મારો આત્મવિશ્વાસ હતો કે તમારામાં જે દોષો છે, તે મને સ્પર્શી શકવાના નથી. એટલું જ નહીં, મારો વિશ્વાસ છે કે તમારું જીવન પરિવર્તન જરૂર થશે.”
કુમારના પ્રેમભર્યા માર્ગદર્શનથી મિત્રોનો, * ક્લિષ્ટ કર્મસમૂહ ભેદાયો. * મિત્રોનાં ચિત્તપરિણામ વિશુદ્ધ બન્યાં.
આત્મવીર્ય ઉલ્લસિત થયું. છે મિત્રોનાં પોતાનાં પાપકર્મોનો ક્ષયોપશમ થયો.. લલિતાગે ગદ્દગદ સ્વરે કહ્યું:
મહારાજ કુમાર, આજે અમે, ત્રણે મિત્રો બધાં જ વ્યસનોનો ત્યાગ કરીએ છીએ... સાધુપુરુષ તો અહીં આ નગરીમાં પધારશે ત્યારે પરિચય કરીશું. બાકી અમારા માટે આપનો પરિચય જ પર્યાપ્ત છે. આજે આપે અમારો મોહનો અંધકાર દૂર કર્યો.” કામાંકુર અને અશોકે કહ્યું: “મહારાજકુમાર, આપ જ અમારા ગુરુ છો.'
છે કે જ
139
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only