________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિતાંગે કહ્યું “કામાંકર, સમરાદિત્ય સહજ રીતે જ ભોગસુખ પ્રત્યે અનાસક્ત છે. પોતાની રાગવૃત્તિને દબાવીને, તેઓ વૈરાગી નથી બન્યા... એટલે તેમના ચિત્ત પર કામણ કરવું... તેમને શૃંગાર તરફ આકર્ષવા સહેલા નથી.”
“ઠીક છે, જોઈએ કે એમનો વૈરાગ્ય ક્યાં સુધી ટકે છે? અત્યારે આપણે નવરા છીએજ્યાં સુધી કુમાર જાગે નહીં, ત્યાં સુધી આપણે કાં તો એકાદ બાજી રમી નાખીએ.. અથવા સોમરસનું પાન કરીએ. હજુ કુમારને ઊઠતાં બે-ત્રણ ઘટિકા તો પસાર થઈ જ જશે.”
હમણાં પીવું નથી, એક બે બાજી રમી નાખીએ.' અશોક બોલ્યો... અને લલિતાગે મૌન સંમતિ આપી.
સોગઠાબાજી ગોઠવાઈ ગઈ.
ત્રણ મિત્રો જુગાર રમવામાં પાવરધા હતા. રમવામાં મશગૂલ બની ગયાં. બે ઘટિકા (૪૮ મિનિટ) ક્યાં પસાર થઈ ગઈ, તેની ખબર ના પડી. જ્યારે કુમારનો સ્વર એમના કાને પડ્યા – “લલિતાગ, ઉપર આવી જાઓ!” ત્યારે તેમણે કુમારના ઝરૂખા તરફ જોયું. બાજી સમેટી લઈ, ઝડપથી તેઓ કુમારના આવાસમાં પહોંચ્યાં. કુમાર પ્રસન્ન મુખે, ત્રણે મિત્રોને ક્રમશઃ ભેટ્યો.
‘તમે આવ્યા તેથી મને ઘણો આનંદ થયો.” કુમારે મિત્રોના આગમનને વધાવ્યું. વાતનો પ્રારંભ પણ કુમારે જ કર્યો.
મિત્રો, હું સુંદરી પાસે જઈ આવ્યો. એનું પૂર્વજીવન પણ જાણી આવ્યો.” “એમ? મેં પણ એનું પૂર્વજીવન જાણ્યું નથી.”
એ પૂર્વજીવનમાં રાજકુમારી હતી.” ‘હૈ? રાજકુમારી હતી?”
શત્રુરાજાએ એના પિતાનો વધ કર્યો. બે ભાઈઓને નપુંસક બનાવ્યાં. અને રાજકુમારીને ગણિકા બનાવી. અતિ દુઃખમય છે એનો ભૂતકાળ.. એ ખરેખર ગણિકા નથી, આ વાત ધ્યાનમાં રાખવાની છે.” “એટલે મહારાજ કુમાર?”
એટલે, એજ કે એને ગણિકા સમજવાની નહીં. એને જોવાની એક રાજકુમારી તરીકે એનો આત્મા મારી દષ્ટિમાં ઉત્તમ છે. એક દિવસ એનું સત્ત્વ જાગશે... એ મુક્તિપથની પથિક બનશે.'
આટલું બધું પરિવર્તન શક્ય છે મહારાજકુમાર?” “હા, જો સંયોગોને પરાધીન રાજકુમારી ગણિકા બની શકે છે તો એ સંયોગો અનુકૂળ થતાં... આત્મવીર્ય ઉલ્લિત થતાં, એ ત્યાગી. તપસ્વિની કેમ ના બની શકે? જરૂર બની શકે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૪૫
For Private And Personal Use Only