________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌચર હતાં ને સ્વચ્છેદે ચરતી સેંકડો ઘેનુઓ હતી. હજુ તો હું કિશોર હતો ને મને હવામાં દિવ્ય તત્ત્વનો નાદ શ્રવણગોચર થતો હતો. આશ્રમ પાસેના માર્ગ પરથી રંગભરી ઓઢણી ઓઢી, મંદમંદ મલપતી, ગૃહલક્ષ્મીઓ પસાર થતી. હું એમને કુતુહલભરી દૃષ્ટિથી જોઈ રહેતો...'
કુમાર થંભ્યો. એના શબ્દોમાં અજબ મીઠાશ હતી. શ્રવણ કરી રહેલી, સુંદરીને મનમાં થયું હતું કે, એ શબ્દના મધુને આસ્વાદવા મધુમક્ષિકા બની જાઉં! કુમારે પોતાની વાત આગળ ચલાવી.
મેં ઋષિચરણોમાં સૂરની ઉપાસના આદરી. કવિત્વ અને રસિકત્વ મેળવવા મેં દિવસો સુધી મહેનત કરી, તીવ્ર સાધના આરંભી. રાતોની રાતો, દિવસોના દિવસો હું, સાધના કરતો રહ્યો. આશ્રમમાં જે કોઈ સ્વરના વિદ્વાન, સ્વરવેત્તા કે સ્વગુરુ આવતા, એમની ચરણરજ મસ્તકે ચઢાવતો ને એમની પાસેથી શીખવાનું શીખી લેતો.
કોક વાર મારા સ્વરમાં અલૌકિક નાદ જાગી ઊઠતો. મારો નાદ હું સાંભળતો. મારા નાદમાં કોઈ દિવ્ય નાદ ગુંજતો. શું એ સ્વરમાધુરી હતી! જગતને સંભળાવવા માટે નહીં, મારા શ્રવણસુખ માટે, મેં એ સ્વરમાધુરી આરાધ્યા કરી. એ અદ્ભુત નાદ! એ દિવ્ય સૂરાવલિ!
પરંતુ સુંદરી, તને આશ્ચર્ય થશે. મારાં માતા-પિતાને પણ ખબર નથી કે મને ગીત-સંગીત ગમે છે. કારણ? હજુ સુધી બીજાને સંભળાવવા મેં ગાયું નથી, બજાવ્યું નથી. ભીતરમાંથી સૂરની ભરતી ચઢી આવે ત્યારે ગાઈ લઉ છું. આજે પણ એમ જ થયું.”
મહારાજકુમાર, હવે સંક્ષેપમાં મારા જીવનની કથા-વ્યથા કહી દઉં? કોઈને વાત કરી નથી આજ દિન સુધી...'
કહે સુંદરી.” ‘સાંભળો ત્યારે મારી વ્યથા. આ વાત તમને આગના ભડકા જેવી લાગશે. એક હતો રાજા. મહાપરાક્રમી. એની એક હતી રાણી... સતી સાધ્વી જેવી. એને ત્રણ દિકરા ને એક દીકરી હતી. દીકરા ગજબાળ જેવા અને દીકરી મૃગલી જેવી. એક દિવસ લોહીતરસ્યા વાઘ જેવો એક પરદેશી રાજા ચઢી આવ્યો. રાજાએ જોયું કે ઇજ્જત સાથે જીવવું મુશ્કેલ છે. ઇજ્જતથી ખપી જવાની ઘડી આવી છે. એણે રાણીને વાત કરી. રાણીએ કહ્યું : “મને મારીને સુખે યુદ્ધ ચઢો.' રાણીને સંહારીને, રાજા યુદ્ધે ચઢ્યો. રાજા હણાયો. પરદેશી જીત્યો. તેણે રાજાના દીકરાઓને બોલાવી, નપુંસક બનાવી દીધાં. રાજાની કુંવરીને પકડી મંગાવી. એને ઇન્દ્રપ્રસ્થની એક ગણિકાને સોંપી. સતી એવી માતાની પુત્રી સૌન્દર્યલિલામની વસ્તુ બની. આજે એ છોકરી હસે છે, નાચે છે, ગાય છે. દુનિયા એના સ્વર અને સૌન્દર્યની ગુલામ છે. શ્રી સમરાદિત્ય મહાકથી
૧૩૪3
For Private And Personal Use Only