________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેઠી હતી. સુંદરીએ કોયલને કહ્યું. “અરે ઓ કાનનકોયલ, લોકો મને અને તને સ્વરકોકિલાનું નામ આપે છે. એ નામ આજ સુધી અભિમાન કરાવતું હતું. આજે એ નામ માત્ર વિડંબના લાગે છે. ચુપ થઈ જા... સ્વરની મધુરતા આજે માણવાની છે.'
ચન્દ્ર પૃથ્વી પર પૂરતો પ્રકાશ વેરતો હતો. વનના એક ખૂણે અશોકવૃક્ષની નીચે બંને બેઠાં. ગાયકકુમારના નયન નીલ આકાશ તરફ જડાઈ ગયાં. એનો શ્યામલ કેશકલાપ એના મજબૂત સ્કંધની આસપાસ પથરાયો. બેપરવા કેસરી જેવી ખુમારી કુમારની મુખમુદ્રા પર ઓપતી હતી. કુમારે વાંસળી પર સ્વરમાધુરી વહાવી. એ સ્વરમાધુર્યનું પાન કરી રહેલી સુંદરી, મૃગબાળ જેવાં ચક્ષુથી, કુમારની સુંદરતાને ઘૂંટડે ઘૂંટડે પી રહી હતી. તે બોલી:
હે સૂરદેવતા, યૌવન અને અભિમાનની ભેટ લઈને, તમારે ચરણે ન્યોછાવર થવા આવી છું. આ ગાયક જીવનમાં નથી જોયો, નથી જાણ્યો.”
ચંદ્ર ઝાંખો થઈને, પશ્ચિમાકાશ તરફ ઢળતો હતો. વનરાજિની છાયા અંધકાર વધારતી હતી. સુંદરી કુમાર તરફ સરકતી નિકટ પહોંચી. કુમારે કહ્યું:
દેવી, તારી જિલ્લામાં કેટલી મીઠાશ ભરી છે. હે સુંદરી, શું તારું અંતર પણ એટલું જ મીઠું છે?'
જંગલમાં કેસૂડાં ખીલે એવા સુંદરીના લાલ લાલ ઓષ્ઠ ઊઘડ્યાં. અંતરના દ્વાર ઊઘડ્યાંની જાણે એ નિશાની હતી. તેણે કહ્યું:
મારા આરાધ્યદેવ, હું પ્રેમમૂર્તિ છું. વેદનામૂર્તિ છું... શ્રદ્ધા મૂર્તિ છું..”
સુંદરી! પ્રેમ, શ્રદ્ધા અને વેદના - એ તો જીવનના પ્રાણ છે. પરમતત્ત્વના આનંદની મૂર્તિ બનીને, મુકિતમાર્ગની પ્રવાસી બની જા. ભોગમાં અનાસક્ત થા, પ્રભુમાં પરમાસક્ત બન. લોકલાજ ત્યજી દે. હે શૃંગારિકે, વીતરાગની ઉપાસિકા બની જા.”
કુમાર, આપણો પરિચય પળનો છે, પણ ઓળખાણ જનમોજનમની લાગે છે. પૂર્વજન્મની કોઈ પ્રીત મને તમારા તરફ ખેંચી રહી છે. માટે તમારી આગળ મારું અંતર ખોલી દઉં છું.'
સુંદરી, જનમોજનમનાં એ અનંત પરિભ્રમણમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવાનો છે. આ ગીત-સંગીત દ્વારા હું એ પરમતત્ત્વમાં એકાકાર બનવા પ્રયત્ન કરું છું...” “પણ. આવા ગીત-સંગીતનું શિક્ષણ ક્યાં લીધું?”
એક આશ્રમમાં નાનો હતો ત્યારે મારા પિતાજીએ એક જંગલમાં ઋષિના આશ્રમમાં મને શિક્ષણ તથા સંસ્કાર માટે મૂક્યો હતો. નાનો એવો લીલોતરીથી છવાયેલો એ આશ્રમ હતો. ક્ષિપ્રા નદીનો જ તટ હતો. યજ્ઞના સુગંધિત ધુમાડાથી આકાશ છવાઈ જતું હતું. કોકિલકૂજનથી આંબાવડિયો મત્ત બનેલાં હતાં, હરિયાળાં
૧3૪૨
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only