________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, એ વિષય તમારો છે. મારે કોઈ આદર્શ નથી. અને આદર્શ માનો તો એક છે, જે મારે ત્યાં આવે અને પ્રસન્ન કરવા... તનથી, વાણીથી અને વૈષયિક સુખોથી અને એ આવનારાઓ પાસેથી ભરપૂર ધનસંપત્તિ લેવી. જો કે મારે માગવી પડતી નથી... આવનારાઓ ન્યોછાવર કરીને જ જાય છે...'
દેવી, પરલોક માનો છો? પુણ્ય-પાપ માનો છો?'
“માનું છું. ક્યારેક મનમાં પરલોકનો વિચાર આવી જાય છે. ક્યારેક પુણ્યપાપનો વિચાર પણ આવી જાય છે...” “એ કેવી રીતે?’
મારી માતાના એક યોગી ગુરુ હતાં. મારી માતાને એમના ઉપર અગાધ શ્રદ્ધા હતી. એ યોગી પુરુષને મારી માતા કે જે માલવ દેશની પ્રસિદ્ધ નૃત્યાંગના હતી, એના પર પૂર્ણ વાત્સલ્ય હતું. મારો જન્મ થયા પછી, એ યોગીના ઉત્સંગમાં હું રમી છું. તેઓ તો અરણ્યમાં જ રહેતાં હતાં, ક્યારેક તેઓ અમારે ત્યાં આવી ચઢતાં.. બે-ચાર દિવસ રહેતાં ને પાછા ચાલ્યાં જતા. મારી માતા સાથે તેઓ આધ્યાત્મિક વાતો કરતા. પુણ્ય-પાપની અને પરલોકની વાતો મેં તેઓના મુખે સાંભળેલી છે.'
બહુ સરસ! એ વાતો તમે સાંભળી છે, તમે એ વાતો પર ક્યારેક વિચાર કરી છો... તો એક દિવસ તમે....'
સાધ્વી બની જઈશ, એમ? કુમાર, આ પતિતાનો શું ઉદ્ધાર થશે? આ જીવનમાં મને નથી લાગતું કે મારો ઉદ્ધાર થાય.”
“નિરાશ ન બનો સુંદરી, આ દુનિયામાં ઘોર પાપી જીવોના ઉદ્ધાર થયાનો ઇતિહાસ છે. કોઈ પુરુષ મળી જશે... ને તમારો ઉદ્ધાર કરશે.”
કુમાર, એ પુરુષ તમે જ છો. મને પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચાડો.. મને તમારા પ્રેમમાં પાગલ બનાવી દો. પછી તમે કહેશો કે “સુંદરી, તું સાધ્વી બની જા, તો હું સાધ્વી બની જઈશ. તમે કહેશો કે સુંદરી, તું મારી પ્રિયા બની જા, તો હું તમારી જ બનીને રહીશ. કુમાર, ખરેખર, આજે તમને પામીને મારા રોમે રોમે ફૂલ ખીલી ગયાં છે. મારા અંતરના કોઠે દીવા પ્રગટી ગયા છે... હે મારા હૃદયના દેવ, હવે મારો સંગ ના છોડશો. મારો ઉદ્ધાર તમારા હાથમાં છે.'
દેવી, મને વિણા આપો ને તમે નૃત્ય માટે તૈયાર થાઓ. આજનું નૃત્ય પરમાત્માને રીઝવવાનું નૃત્ય હશે.”
કૃતાર્થ થઈ દેવ.” સુંદરીનાં ઝાંઝર રણઝણી ઊડ્યાં.
જં
એક
1380
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only