________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને મળવા ગયો હતો. મેં આજની રાત્રિ તમારા માટે જ રખાવી છે. આજે રાત્રે બીજો કોઈ પુરુષ એ આવાસમાં પ્રવેશ નહીં પામે...” 'લલિતાંગ, તું મારી સાથે આવીશ?
મહારાજકુમાર, મારું ત્યાં શું કામ છે? હું સુંદરીના આવાસ સુધી મૂકી જઈશ... પછી પાછો ફરી જઈશ. સુંદરી જ આપને બતાવવા જેવું બતાવશે..”
રાત્રિના બીજા પ્રહરમાં, સુંદરીને ત્યાં જવાનું નક્કી કરી, લલિતાંગ અને મિત્રો છૂટા પડયા. લલિતાંગ અતિ પ્રસન્ન હતો. એના મનમાં આ જ વાત રમતી હતી. “જો કુમાર એક વાર પણ સુંદરીને મળે તો કુમારની વિરતિ ચાલી જાય. મહારાજા પુરુષસિંહની ઇચ્છા પરિપૂર્ણ થઈ જાય.'
૦ ૦ ૦ સુંદરીએ સોળ શણગાર સજીને, કુમાર સમરાદિત્યનું સ્વાગત કર્યું. તેને પોતાના વાસગૃહમાં લઈ ગઈ. એને બેસવા સોનાનું કલાત્મક ભદ્રાસન આપ્યું. પોતે જમીન પર બેસી ગઈ. ટગર ટગર એ કુમારને જોઈ રહી. એના એક એક અંગને જોવા લાગી. “મહારાજ કુમાર.” બોલો દેવી.'
કુમાર, આજ મને એક એવો નર મળ્યો... કે જેની ઝંખના દીર્ઘકાળથી હતી. ભલે તમે જુવાનીના પહેલાં પગથિયે છો પરંતુ વનકેસરીની છટા ભરી છે તમારી ચાલમાં, તમે સિંહપુરુષ છો. તમને ઉત્કૃષ્ટ સૌન્દર્ય જ ગમે. પરંતુ એથીય વિશેષ... તમને ગીત અને નૃત્ય ગમે છે ને? આજે જળવિહાર કરતાં મેં તમને જોયા... તમારા વાંસળીવાદને મને તમારી તરફ આકર્ષા... તમને ધારી ધારીને જોયા.. તમારા અદ્દભુત રૂપનાં, મારી આંખમાં અંજન આંજ્યાં.” “સુંદરી, આ ભારત દેશ... આ માલવ દેશ તને કેવો લાગ્યો?'
મહારાજકુમાર, મને આ ધરતી પર અભિમાન થાય છે. કેવો ધનધાન્યથી ભરપૂર દેશી કેવી રંગભરી જાતજાતની મોસમ કેવી લીલીછમ ધરતી! સમૃદ્ધિના અખૂટ ભંડાર, કોયલનાં મધુર ગીત, સુરભીભર્યા ખેતરો અને હરિયાળાં ગૌચર! ચમરી ગાય જ્યાં કેસર-કસ્તૂરી ચરે. એ ભવ્ય હિમાલય! ગંગાના નિર્મળ જળપ્રવાહ, જમનાનાં નીલમવર્ણા નીરા સિંધુની મસ્તી અને જેલમની રંગરેલિયાં! આપણી ક્ષિપ્રા નદીનાં સ્વચ્છ ધસમસતાં પાણી..!
અને કેવા આપણા મહારાજા! પ્રેમ, દયા અને સમાની તેઓ સજીવ મૂર્તિ છે. તેઓ કેવા પ્રજાવત્સલ છે!”
દેવી, આ મનુષ્યજીવનનો આદર્શ?
શ્રી સમરાદિત્ય મહાકથા
133c
For Private And Personal Use Only