________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર સમરાદિત્યે અશોકના પ્રશનનો વિસ્તૃત ઉત્તર આપ્યો, ત્યારે કામકર બોલ્યો:
મહારાજકુમાર, ધર્મને મિત્ર માની, ક્યારેક ક્યારેક એને મળવાનું માન્ય છે. પરંતુ આવી મનોહર વસંત ગમતુમાં તો “કામ”ને જ મિત્ર માની, પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો ભોગવવાં જોઈએ. ચાલો, નગરની બહાર, જુઓ, કેવી વનશ્રી ખીલી નીકળી છે! આમ્રવૃક્ષો પર કેવી મંજરી ફૂટી છે! તિલકવૃક્ષ વગેરે વૃક્ષો પર કેવાં સુંદર પુષ્પો ખીલ્યાં છે! અતિ મુક્તલતા નવીન પત્રોથી કેવી ઉલ્લસિત બની છે. મલય વનનો પવન કેવી અદ્ભુત સુગંધ બહેકાવી રહ્યાં છે! હજારો ભ્રમરોનાં વૃદ કેવો મધુર ગુંજારવ કરી રહ્યો છે. કોયલોના કેવા કર્ણમધુર ટહુકાર પ્રસરી રહ્યા છે...
મહારાજ કુમાર, ચાલો આ વસંત ઋતુનું બહુમાન કરીએ, વૃક્ષ પર દોરડાં બાંધી, ઝૂલા બનાવી હીંચકા ખાઈએ. બગીચાઓમાં પરિભ્રમણ કરીએ. મને તો આ ઋતુમાં ગીત-સંગીતની તાલાવેલી લાગે છે. નાટકો જોવાની પ્રબળ ઇચ્છા થાય છે. રૂપવતી કામિનીઓ પ્રિય લાગે છે. અને મેં સાંભળ્યું છે કે આ વસંત ઋતુમાં મહાવિભૂતિવાળા દેવોના રથ આકાશમાં ભ્રમણ કરે છે.'
મહારાજકુમાર, આજે મારી એક પ્રાર્થના કહો કે આગ્રહ કહો, આપે માનવી પડશે.” "માનીશ કામાકુર, તું મિત્ર છે, મિત્રની વાત માનવાની.”
તો આજે આપણે ક્ષિપ્રા નદીમાં જલક્રીડા કરવા જોઈએ. જ્યારે આપ કહો ત્યારે જઈએ...”
‘દિવસના છેલ્લા પ્રહરમાં જઈએ, બે ઘટિકા દિવસ શેષ રહે ત્યારે જલવિહાર કરવામાં આનંદ આવશે.” સમરાદિત્યે કામાંકુરના મનને રાજી કરી દીધું.
મિત્રો છૂટાં પડ્યાં. રાજમહેલના બહાર આવી લલિતાંગે કામાંકુરને કહ્યું: એ જ સમયે સુંદરી પણ એના મહાલયના ઘાટ ઉપર જલવિહાર કરવા આવવાની છે.” બહુ સરસ. આપણે રાજઘાટ પર હોઈશું. બંને ઘાટ સામસામા આવેલા છે.”
0 0 0 વસંત ઋતુ જો જંગલી પ્રાણીઓને ઘેલાં બનાવી મૂકે છે, તો માણસ જાતની તો વાત જ શી? સ્વચ્છ બિલોરી કાચ જેવાં ક્ષિપ્રાનાં જળ વહી રહ્યાં હતાં. મલય વનનો પવન વાતો હતો. કોયલો કુંજમાં કુહૂક... કુહૂક.. કરી રહી હતી... ચારે મિત્રો સરયૂના ઘાટ પર પહોંચ્યાં. તેમણે જોયું તો નદીમાં હાથીઓ સાથે હાથણીઓ જળક્રીડા કરી રહી હતી. નર અને માદા વચ્ચેના આકર્ષણે નદીમાં તોફાન મચાવ્યું હતું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩છે.
For Private And Personal Use Only