________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[03]
મઘાતનો સમય હતો. નભોમંડળ તારાઓથી છલોછલ હતું. ક્ષિપ્રાતટનાં ઉપવનોમાં કૌમુદી પોતાના રૂપેરી બાહુ પ્રસારીને પડી હતી. રાત નિઃસ્તબ્ધ હતી. ચાંદની મધુર હતી. હવા નિર્મળ હતી. એવા જ કુમાર સમરાદિત્યના સ્નિગ્ધ, મધુર અને નિર્મળ સ્વરો હતાં. નીરવ જળપ્રવાહ, ઊંડું ભૂરું આકાશ અને અનંત સૃષ્ટિ પ્રદેશને આવરી લેતી એ સ્વરાવલિ દૂર સુદૂર સુધી રહી જતી હતી.
વિરાટ વિશ્વ પર જાણે આ સ્વરો પોતાની સત્તા સ્થાપતા હતાં. હાથીદાંતમાંથી કંડારેલી સુરેખ પ્રતિમા શી સુંદરીએ એકાએક બૂમ પાડીને કહ્યું:
“મહારાજ કુમાર, માલવ દેશનાં સ્વરનો આવો શિલ્પી આજે જ સાંભળ્યો. ખરેખર, ધ્રુપદનો આવો ગાયક આજ દિન સાંભળ્યો ન હતો. અહો, ઋતુ, સમય અને સ્વર કેવા એકતાર થઈ ગયા છે! કુમાર, સ્વરાલાપનું મને પણ કંઈક અભિમાન છે પણ આ દેશમાં તમારી કંઠમાધુરી તો આજે જ કર્ણગોચર થઈ.. અને..'
અને શું સુંદરી?'
સ્વરસમ્રાટનાં દર્શન સાથે સૌન્દર્યસમ્રાટનાં પણ દર્શન થયાં મને..સ્વર સામ્રાજ્ઞી તરીકેનું મારું અભિમાન આજે જાણે આ ક્ષિપ્રાનાં જળ સાથે વહી ગયું. કુમાર, પ્રીતમના પાદપધમાં અર્પણ થઈ જવાની મારી ઘડી આવી પહોંચી. મારા હૃદયના દેવ, તમારા એક એક સ્વરમાં કેવી સંજીવની વસી છે? એની માધુરીનો જાણે મને કેફ ચઢી રહ્યો છે!'
સુંદરી, ચાલ, આપણે ક્ષિપ્રાના તટ પર જઈને બેસીએ. બ્રાહ્મમુહૂર્તનો સમય થયો છે. હજુ બે ઘટિકા સમય છે....”
“ચાલો મારા દેવ!” સુંદરી ચાલી. જ્યાં પગ ઉપાડ્યો કે કીમતી ઝાંઝર રણઝણી ઊડ્યાં. તેણે દાસીને બૂમ પાડી:
‘દાસી કાઢી લે આ ઝાંઝર, કેવું બેસૂરું છે?'
ઝાંઝરનો ભાર હળવો કરીને, સુંદરી આગળ વધી કે કટિમેખલા પરની ઘૂઘરમાળ તેને ફરીથી વ્યાકૂળ કરી મૂકી. એણે આવેશમાં એ કટિમેખલા ખોલીને, દૂર ફેંકી દીધી. ત્યાં તો હાથ પરના કંકણ રણઝણી ઊઠ્યાં. કુમારના મુખ પર સ્મિત રમી ગયું... એણે બે હાથ પર એક એક રત્નકંકણ રાખીને, બાકીનાં કંકણ ઊતારી, દાસીને આપી દીધાં.
ક્ષિપ્રાના તટ પરના આંબાવાડિયામાં બંને આવ્યાં. આમ્રવૃક્ષ પર બેઠેલો બપૈયો પાદસંચાર સાંભળી, પીઉં. પીઉં. કરતો ઊડી ગયો. કોયલ ટહુકા કરતી આંબાડાળે શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૪૧
For Private And Personal Use Only