________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને ત્યાં સોના-રૂપાના ઢગલા છે. પરંતુ કુમાર, એ છોકરીના હાસ્યને તમે હાસ્ય કહેશો? એના નૃત્યને તમે નૃત્ય કહેશો? એના સુખને તમે સુખ કહેશો?” સુંદરીએ વાત કરતાં કરતાં, ઊનો નિશ્વાસ નાખ્યો.
ઓહો! સુંદરી, તો તમે એક રાજકુમારી છો! ઇન્દ્રપ્રસ્થથી તમે ઉજ્જૈનીમાં આવીને વસ્યાં? ખરેખર દેવી, આ સંસાર દુ:ખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખાનુબંધી છે...'
“સુંદરી, તારા મનમાં ઓછું લાવીશ નહીં..” સુંદરીની આંખોમાંથી ગરમ ગરમ આંસુ ટપકી રહ્યાં હતાં. કુમારે પોતાના ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી નાખી અને કહ્યું:
સુંદરી, બધું બનવાકાળ બને છે. હવે એ બધું ભૂલી જા. ભવિષ્યનો જ હવે વિચાર કરવાનો છે...'
“હે સૂરદેવતા, તમારી વાત સાચી છે, પરંતુ એ ગઈગુજરી યાદ આવે છે... ને બધું ભૂલી જાઉં છું. વેરના પડઘા મનમાં ગાજે છે. પ્રેમની સૃષ્ટિ ખોવાઈ જાય છે, શૃંગાર વ્યર્થ લાગે છે... અને કોઈ વાઘણના વેર-ઘુઘવાટા અંતરમાં ગુંજે છે...”
દેવી, વેરથી વેર શમતું નથી તારા હૈયામાં વેરની, વ્યથાની અને વેદનાની આગ ભડભડી રહી છે, એ આગને બુઝવવી જ પડશે... તું એક સ્વરસામ્રાજ્ઞી છે. એ સૂરો. સ્વરોની અનિલ-લહરીથી એ આગને બૂઝાવવાની છે. અને એ માટે હું તને અવારનવાર સહયોગ આપીશ!”
૦ ૦ ૦ પ્રભાતે કુમાર સમરાદિત્ય રાજમહેલમાં આવ્યો. પ્રભાતિક કાર્યો પતાવીને, પોતાના દ્વારરક્ષકને કહ્યું: “હું એક પ્રહર વિશ્રામ કરીશ. ત્યાં સુધી કોઈને પણ મારા ખંડમાં આવવા ના દઈશ. બહાર બેસાડજે.”
આખી રાતનો ઉજાગરો હતો. કુમાર પલંગમાં પડતાંની સાથે નિદ્રાધીન થઈ ગયો. તેને ગાઢ નિદ્રા આવી ગઈ. પ્રહરની બે ઘટિકા બાકી હતી ત્યારે લલિતાંગ, કામાંકુર અને અશોક - ત્રણ મિત્રો આવી ગયાં હતાં. દ્વારપાલે તેમને સંકેતથી જણાવી દીધું કે “કુમાર નિદ્રાધીન છે.”
ત્રણે મિત્રો મહેલના ઉપવનમાં જઈને બેઠા. લલિતાંગે કહ્યું: “આખી રાત કુમાર સુંદરીના મહાલયમાં રહ્યાં લાગે છે..”
અશોકે કહ્યું: “બીજા પ્રહરના અંતે તેઓ ગયાં હતાં. પ્રભાતે પાછા આવ્યા લાગે
કામાંકુર બોલ્યો: “શી ખબર, જીતીને આવ્યા કે જિતાઈને આવ્યા! આ સુંદરી ભલભલા ઋષિ-મુનિને પણ ચલાયમાન કરે એવી છે.
૧3૪૪
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only