________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માદક વસંત ઋતુ હતી. વનલક્ષ્મી ખીલી નીકળી હતી. આમ્રવૃક્ષો પર મંજરી ફૂટી હતી. તિલક વગેરે વૃક્ષો પર સુગંધી-મનોહર પુષ્પો ખીલ્યાં હતાં. અતિમુક્ત લતા નવાં પત્રોથી સુશોભિત બની હતી. મલયવનનો પવન સુગંધ બહેકાવી રહ્યો હતો. ભ્રમરો હર્ષથી ગુંજારવ કરતા હતા.
પ્રજા હર્ષવિભોર હતી. ગીત-સંગીત અને નાટકના સમારંભો રચાયાં હતાં. સુંદર, ઉજ્જવલ અને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી, યુવકો અને યુવતીઓ વસંતકીડામાં લીન હતાં.
0 0 0 મહારાજા, નગરમાં વસંતોત્સવ મંડાયેલો છે. આપના સુખકારી સામ્રાજ્યમાં ઠેર ઠેર ઉત્સવો ચાલી રહ્યાં છે. વિવિધ નાટકમંડળીઓ રાત્રિના સમયે ઠેર ઠેર નાટક કરીને, પ્રજાનું મનોરંજન કરે છે. ઠેર ઠેર ગીત અને નૃત્યના કાર્યક્રમો ચાલે છે, અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ આ વસંતોત્સવ જોવા માટે નગરમાં અને નગર બહાર ઉદ્યાનોમાં પધારો એટલું જ નહીં, નગરવાસીઓને પ્રોત્સાહિત કરી, બીજા પણ મહોત્સવનું મંડાણ કરાવો.”
નગરના શ્રેષ્ઠ નાગરિકોનું પ્રતિનિધિમંડળ, મહારાજા પુરુષસિંહને વસંતોત્સવ જોવા, આમંત્રણ આપવા આવ્યું હતું. મહારાજા પુરુષસિંહને આનંદ થયો. તેમણે વિચાર્યું:
વસંત ઋતુનો સમય એટલે કામદેવ માટે અનુકૂળ સમય. આ ઋતુમાં યુવાન હૈયાંઓમાં તો મદનની ઉત્તેજના પ્રગટે જ, આધેડ વયનાં સ્ત્રીપુરુષો પણ વિકારવિલાસને પરવશ બની જતાં હોય છે. આ ઉત્સવમાં કુમાર સમરાદિત્યને મોકલું. એ ગીત, નૃત્ય અને નાટકને જોશે, રાગ-વિલાસને ઉત્તેજનારાં દૃશ્યો જોશે... વૈરાગ્ય વહી જશે, શૃંગારરસમાં તરબોળ બની જશે, પછી એ લગ્નની વાત પણ સરળતાથી માની જશે! યોગ્ય સમયે વસંતોત્સવ આવી ગયો છે.”
મહારાજાએ નગરશ્રેષ્ઠીઓને કહ્યું: “પ્રિય નગરશ્રેષ્ઠીઓ, તમે તમારી વિભૂતિ મને અનેકવાર બતાવીને, આનંદિત કર્યો છે. હવે હું ઇચ્છું છું કે યુવરાજ સમરાદિત્ય તમારી વિભૂતિ જુએ અને વિશેષ આનંદ અનુભવે. વળી, અત્યારે યુવરાજને જ તમારે વિશેષ મહત્ત્વ અને બહુમાન આપવાનું છે.'
‘જેવી આપની આજ્ઞા મહારાજકુમાર વસંતોત્સવ જોવા પધારશે તો અમને સહુને... શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૭
For Private And Personal Use Only