________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રો, સુજ્ઞ પુરુષે પોતાની બુદ્ધિથી વિચારીને, ઉત્તમ મિત્રો કરવા જોઈએ. એમના પ્રત્યે દૃઢ મૈત્રીભાવ રાખવો જોઈએ.”
કામાંકુરે કહ્યું: ‘આ તો સમજી શકાય એવી વાત છે કે જઘન્ય અને મધ્યમ મિત્ર છોડીને, ઉત્તમ મિત્રની દોસ્તી કરવી જોઈએ.”
સમરાદિત્યે કહ્યું: ‘તે જ કહેવાનો મારો અભિપ્રાય છે. ઉત્તમ મિત્ર સાથે મૈત્રી જાળવવી.'
લલિતાંગે કહ્યું: “આ વાત સમજવી સરળ નથી. સીધી વાત નથી, ગંભીર વાત છે. કુમાર; ખરેખર આ ત્રણ મિત્રો કોણ છે? વિશેષ સ્પષ્ટતાથી સમજાવો.”
કુમારે કહ્યું: ‘મિત્રો, વ્યવહારિક દૃષ્ટિએ તો તમે મિત્રોની પરિભાષા સમજી ગયા છો. પારમાર્થિક દૃષ્ટિએ આ ત્રણ મિત્રો સમજાવું છું. છે દેહ જઘન્ય મિત્ર છે.
સ્વજન મધ્યમ મિત્ર છે. ધર્મ ઉત્તમ મિત્ર છે. પહેલાં હું તમને જઘન્ય મિત્ર દેહ-શરીર અંગે સમજાવું, આપણે આપણાં શરીરનું ગમે તેટલું લાલન-પાલન કરીએ છતાં, દેહમાં રોગ-વ્યાધિ ઉત્પન્ન થાય છે. ક્રમશ: શરીર વૃદ્ધાવસ્થા પામે છે. ત્યારે એ વિશેષ સેવાની આપણી પાસે અપેક્ષા રાખે છે. છેવટે જ્યારે મૃત્યુનું સંકટ આવે છે ત્યારે જીવને એકલો અટૂલો મૂકીને, ચાલ્યું જાય છે! માટે શરીરને જધન્ય મિત્ર કહેવામાં આવ્યું છે.
માતા, પિતા, પુત્ર, ભાઈ, ભાર્યા, બહેન વગેરે સ્વજન મધ્યમ મિત્ર છે. કારણ કે તે લોકો, તમે જેટલો સ્નેહભાવ રાખશો તેટલો જ સ્નેહભાવ તેઓ રાખે છે. તમે જેટલી મમતા બતાવશો એટલી મમતા તેઓ બતાવશે. તમે માંદા થશો તો એ તમારી સેવા કરશે, પણ અપેક્ષા રાખશે કે તમે પણ, એમની સેવા કરશો. આ સ્વજનો દુઃખવેળામાં સહભાગી બને છે. પ્રિયજનના મૃત્યુની પાછળ તેઓ પ્રિય પદાર્થોનો ત્યાગ પણ કરે છે. પ્રસંગોપાત્ત તમારું સ્મરણ કરે છે... પરંતુ મૃત્યુ સમયે તેઓ કંઈ કરી શકતાં નથી... માત્ર આંસુ વહાવતાં જોયા કરે છે. માટે આ સહુ મધ્યમ મિત્ર કહેવાય છે.
ઉત્તમ મિત્ર છે ઘર્મ, ધર્મ આ ભવ અને પરભવમાં સાથે રહેનારો મિત્ર છે.. એ જેનો મિત્ર બને છે તેને નિર્ભય બનાવે છે, એની રક્ષા કરે છે, એ જીવોને પ્રસન્ન અને પવિત્ર રાખે છે. માટે એને ઉત્તમ મિત્ર કહેવામાં આવ્યો છે.
મિત્રો, ઉત્તમ મનુષ્યભવ મળ્યો છે, માટે મોહનો ત્યાગ કરી, અનંત ભવિષ્યકાળનો વિચાર કરો. અચિંત્ય ચિંતામણિરત્ન સમાન, સર્વજ્ઞકથિત ઉત્તમ મિત્ર, ધર્મ સાથે દૃઢ મૈત્રી બાંધો.”
૧333
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only