________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવ્યાં હતાં. એ ખંડોને સપ્ત રંગોથી શણગાર્યા હતાં. આવનારા ગ્રાહકોની શ્રેણી. વહેંચાયેલી હતી. સુંદરીની દાસી યોગ્યતા પ્રમાણે પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્વર્ગખંડમાં આગંતુક ગ્રાહકને લઈ જતી.
પ્રથમ સ્વર્ગખંડ ફક્ત કાચનો બનાવેલો હતો. એ ખંડમાં પ્રવેશ મેળવનાર પુરુષ, સુંદરીના ક્ષણિક દર્શનનો અધિકારી લેખાતો.
બીજા ખંડમાં સોનેરી અને રૂપેરી જડાવકામ હતું. એ ખંડમાં આવનારને સુંદરી સાથે વાર્તા-વિનોદનો અધિકાર મળતો.
ગીત અને નૃત્યના અધિકારીઓ માટે ત્રીજા અને ચોથો સ્વર્ગખંડ નિશ્ચિત કરેલો હતો. આ બે સ્વર્ગખંડ અબરખ જેવી ખનીજમાંથી બનાવેલાં હતાં. તે ખંડોમાં દીપક રાગ ગાતી વખતે સળગતા દીવા બાળી ન શકતાં અને મલ્હાર રાગ ગાતી વખતે જળના ફુવારા ભીંજવી ન શકતાં.
પાંચમાં સ્વર્ગખંડમાં જનારો પુરુષ સદેહે સ્વર્ગમાં ગયાનો આભાસ પામતો. અહીં સુંદરી સાથે એક ઝૂલે બેસવાનો એ પુરુષ અધિકારી બનતો. સુંદરીનાં અતિ મોહક અંગોને એ સ્પર્શી શકતો. એની સાથે જમી શકતો અને એની વેણી ગૂંથી શકતો. એના માટે પુષ્પનાં વલય, કંકણ અને વેણી રચી શકતો અને સુંદરીને પહેરાવી શકતો. આ સ્વર્ગખંડમાં વર્ષમાં એકાદ રાજપુરુષ કે મહાન શ્રીમંત પુરુષ જ પ્રવેશ પામતો.
છઠ્ઠો અને સાતમાં સ્વર્ગખંડ ક્યારેક જ ઊઘડતો. આ બે ખંડોમાં દાસીઓને પણ જવાની મનાઈ હતી.
જ્યારે સુંદરી નવા નવા સુંદર વેશ સજી મુલાકાતે આવતી, એ વેળાનો એનો ઠસ્સો, એનો વૈભવ, એનો આડંબર... એની મસ્તી મોટમોટા ચમરબંધીઓને પણ, સુંદરીનાં ચરણની મોજડીમાં ટાંકેલા મોતીને ચૂમવા પ્રેરતી. આવી સુંદરીને જોવી સામાન્ય મનુષ્ય માટે દુર્લભ કાર્ય હતું.
આ તો શૃંગારગૃહોની વાત થઈ. આ સિવાય આ પ્રાસાદમાં બીજાં અનેક ગૃહોઉપગૃહો હતાં, જ્યાં રૂપાણી સુંદરી એક વિચારમગ્ના મુગ્ધા સ્ત્રી જેવી રહેતી. શૃંગારગૃહની સુંદર જ ઉષા જેવી હતી તો બીજાં આ ગૃહોની સુંદરી સંધ્યા જેવી હતી.
જ્યારે મધ્યરાત્રિના સમયે લલિતાગ ત્યાં પહોંચ્યો ત્યારે સુંદરી ક્ષિપ્રાનદીના જલપ્રવાહ ઉપરના પ્રાસાદખંડમાં સૂતી હતી. ચંદનકાષ્ઠનો પલંગ હતો. લાલ અતલસના ઓશીકા પર એનું માથું હતું. પગનાં તળિયાં નીચે નાનો શો મખમલી તકિયો પડ્યો હતો. પલંગ પર રેશમી ચંદરવો બાંધેલો હતો. સુવર્ણના અધપીધેલા પ્યાલા અને રૂપાની વપરાયેલી પીકદાનીઓ પાસે પડેલી હતી. રત્નજડિત થાળ અને ભાત ભાતના પાકથી ભરેલા ડબ્બા પડ્યાં હતાં. 1332
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only