________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થાય છે. આ માટે ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થને સાધી આપનારું કામશાસ્ત્ર છે.’
લલિતાંગે કહ્યું: ‘કામાંકુરની વાત સુંદર છે. મને એમાં કોઈ દોષ કે સંદેહ લાગતો નથી. કારણ કે કામના અભાવમાં અર્થ અને ધર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી...' અશોકે કહ્યું; ‘આ કામશાસ્ત્રના વિષયમાં આપણે કુમાર સમરાદિત્ય જે કહે તે, સાચું માનવું જોઈએ.’
લલિતાંગે કહ્યું: ‘જો રાજકુમાર આ વિષયને સ્પષ્ટ કરે તો ઘણું સરસ! એથી વધારે સારું શું?'
સમરાદિત્યે કહ્યું: ‘મિત્રો, આ વિષયમાં હું જે મને સત્ય લાગે છે તે કહીશ, પણ તમારે નારાજ નહીં થવાનું. કોપાયમાન નહીં થવાનું.’
ત્રણે મિત્રો બોલી ઊઠ્યા: ‘ના, ના, અમે નારાજ નહીં થઈએ. અજ્ઞાનતા દૂર થતી હોય તેમાં કોપ કોણ કરે? માટે તમે અમને આ વિષયમાં સ્પષ્ટ માર્ગદર્શન આપો.'
સમરાદિત્યે કહ્યું: ‘મિત્રો, ‘કામ' સ્વભાવથી જ ખરાબ છે. ભોગોને જ્ઞાની પુરુષોએ વિષની ઉપમા આપી છે. પરંતુ કામભોગોમાં આસક્ત જીવો મહામોહથી આવૃત્ત હોવાથી, પારમાર્થિક સત્યને સમજી શકતા નથી. સ્વહિત કે પરહિત જાણી શકતા નથી. કાર્ય-અકાર્યનો વિવેક કરી શકતાં નથી. પોતાના ભવિષ્ય અંગે ‘મારું ભવિષ્યમાં શું થશે?’ એનું ચિંતન કરી શકતાં નથી.
કામી-ભોગી પુરુષો સદૈવ સ્ત્રીઓના અશુચિપૂર્ણ, દુર્ગંધી, મલિન, બીભત્સ અંગોમાં ચંદ્ર, પુષ્પ... કમલ... ની કલ્પના કરતા રહે છે. અને ભોગ-સંભોગ ક્રિયામાં પ્રવર્તે છે. તેઓ પરમાર્થને જોતા નથી, કે ‘આ કામભોગ સંસારપરિભ્રમણ કરાવનારાં છે, નિર્વાણપથમાં શત્રુભૂત છે, અને અજ્ઞાની જીવોની તુચ્છ ચેષ્ટારૂપ છે.' કામી-વિકારીવિલાસી પુરુષો હિતકારી-અહિતકારીનો વિવેક કરી શકતાં નથી. ભોગ-સંભોગનાં સાધનો મેળવવા વિચિત્ર ને નિંદનીય આચરણ કરે છે... જેનું ધ્યાન ન કરવું જોઈએ એનું ધ્યાન કરે છે. જેની સ્તુતિ ના કરવી જોઈએ એની સ્તુતિ કરે છે... સત્યનો ઉપહાસ કરે છે. ગુરુવર્ગની નિંદા કરે છે. હિતોપદેશ આપનારને અવગણી નાખે છે. આત્મકલ્યાણના કુશળ માર્ગનો ત્યાગ કરે છે.
સજ્જનોની દૃષ્ટિમાં આવા પુરુષો હાસ્યપાત્ર બને છે, ગાંડા દેખાય છે, લોકોમાં નિંદાપાત્ર બને છે... મરીને નરકમાં જાય છે.
મિત્રો, કામભોગો દુનિયામાં વધ-બંધનના કારણ બને છે. ઇર્ષ્યા, અશાંતિ, ચિંતા અને ભય કામી-વિકારીના મનમાં ભરેલા ૨હે છે. માટે ધર્મશાસ્ત્રોમાં કામશાસ્ત્રની નિંદા કરવામાં આવી છે. તમે જ કહો, ત્રણે પુરુષાર્થને સાધી આપનાર કામશાસ્ત્રને કેવી રીતે માનવું?
1330
ભાગ-૩ ૦ ભવ નવમો
For Private And Personal Use Only