________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યાં, પરંતુ ચિંતામણિ સામે જોયું નથી. ખેર, આ તો પહેલો જ પ્રસંગ હતો. ઉજ્જૈનીમાં સુંદરીના દેવવિમાન જેવા મહાલયમાં લઈ જઈશું. સુંદરી સાથે મેં વાત પણ કરી છે...” ‘શાની વાત?” કામાકુરે પૂછ્યું. રાજકુમારને મોહપાશમાં લેવાની, અને સુંદરીએ વાત માની પણ છે.” લલિતાંગે કહ્યું. ‘મારી ઇચ્છા તો એ છે કે કુમારને આપણે ગાઢ વિશ્વાસમાં લઈ, તેમને સોમરસનો સ્વાદ ચખાડવો. આપણી સાથે કે સુંદરી સાથે સોગઠાં રમવા બેસાડવા. કામકથા સાંભળતાં થઈ જાય... એ કરવું.” અશોક બોલ્યો.
તારી ઇચ્છા બરાબર છે... પરંતુ કામ સરળ નથી. આપણે એનું હૃદય જીતવા થોડો ત્યાગ પણ કરવો પડશે.. એમને જે ગમે છે તે આપણે કરીશું તો એમનો આપણા પર વિશ્વાસ દઢ થશે. મૈત્રી પાકી થશે. પછી જ આપણે એમને વિલાસ તરફ લઈ જઈ શકીશું.” લલિતાગે માનસશાસ્ત્રીની ઢબે વાત કરી.
કામાંકુર બોલ્યો: “આજે રાત્રે મારી ઇચ્છા તો ચિંતામણિ પાસે જવાની હતી, પરંતુ હવે મારે તમારી સાથે પહાડી ઉપર આવવું પડશે.' “આવવું જ પડશે ને. તેં કબૂલ કરેલું છે. અશોકે જરા ઊંચા અવાજે કહ્યું:
ધીરે બોલ, કુમાર બહાર આવી જશે.” લલિતાગ હસી પડ્યો, કામાકુરે કહ્યું: ‘લલિતાંગ, ઉજ્જૈનીમાં માત્ર સુંદરી જ છે, એમ ન માનીશ, બીજી પણ મેં બે-ત્રણ ખૂબસૂરત સ્ત્રીઓ જોઈ છે. હું એમની પાસે એક એક રાત પસાર કરી આવ્યો છું. જો કુમારને ત્યાં ગોઠવી દેવા હોય તો ગોઠવી શકાશે. એ સ્ત્રીઓ પણ ગીત-નૃત્યમાં ચતુર છે.. વાતો કરીને, પુરુષને મોહિત કરવામાં કુશળ છે.”
વાતો કરતાં કરતાં ત્રણે મિત્રો નિદ્રાધીન થઈ ગયાં,
ચોકીદાર અશ્વોને ચણાની ચંદી બાંધી રહ્યો હતો. બ્રાહ્મણ રસોઇયો પણ આડો પડ્યો હતો. વાતાવરણ સ્તબ્ધ હતું. પાંથશાળામાં બીજા કોઈ યાત્રિકો આવ્યાં ન હતાં. ધરતી સૂની ને ભેંકાર ભાસતી હતી. કૂતરા પણ ખૂણાઓમાં ભરાઈને, હાંફતા હતાં.
૦ ૦ ૦ પહાડ પર આકાશમાંથી ચાંદની વરસી રહી હતી. પૃથ્વી ઉપરના સ્વર્ગનો જાણે એક ટુકડો હતો! અહીં આવનારને સ્વર્ગીય આનંદ અને યોગીની શાન્તિ મળતી હતી. આ પર્વત પર ગાળેલી ક્ષણો જીવનની ધન્ય પળો બની જતી હતી. ચાર મિત્રો વીણા, વાંસળી ને મૃદંગ સાથે એ પહાડ પર ચઢી રહ્યા હતા. ચારે મૌન હતા. સહુનાં મન વાચાળ હતાં. તેઓએ એક રમણીય સ્થાન પસંદ કર્યું.
૧૩૨૮
ભાગ-૩ મ નવમો
For Private And Personal Use Only