________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુકુળ સમયે આવવાનું શક્ય બને..' ચારે મિત્રોએ ગુરુદેવના આશીર્વાદ લીધાં, અને સ્વસ્થાને જવા રવાના થયાં.
૦ ૦ ૦ આજની ધર્મકથા તો મહારાજ કુમાર માટે જ હતી. બહું સારું થયું.' કામાંકુર પ્રસન્નચિત્તે બોલ્યો.
આચાર્યદેવે આપણને કોઈને પ્રતિજ્ઞાઓ લેવા આગ્રહ ના કર્યો. નહીંતર સપ્ત વ્યસનની વાત જ્યારે તેઓએ કહી, ત્યારે મને ભય લાગ્યો હતો. અશોકે કહ્યું.
પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે, આપણે પ્રતિજ્ઞાઓ માગી હોત તો આચાર્યદેવે આપી હોત.” સમરાદિત્યે કહ્યું:
મહારાજકુમાર, તમારી વાત સાચી છે, પરંતુ એક વાર ઉજ્જૈનમાં એક સાધુમુનિરાજ આવેલા. અમારા ઘરે ભિક્ષા લેવા આવેલા. મારા પિતાએ મુનિરાજને કહ્યું: “આ મારા છોકરાને જુગાર નહીં રમવાની પ્રતિજ્ઞા આપ.' મુનિરાજે મારી સામે જોઈને કહેલું: “જુગાર નહીં રમવો જોઈએ. એની પ્રતિજ્ઞા લેવી જ જોઈએ.” મેં કહેલું: ગુરુદેવ, હું આપની પાસે ઉપાશ્રયે આવીશ... ત્યાં બધી વાત કરીશ..” મુનિરાજે મારી વાત માની લીધી, તેઓ ગયાં. બસ, હું બચી ગયો... ઉપાશ્રયે ગયો જ નહીં, આપણાથી પ્રતિજ્ઞા પળાતી નથી, પછી શા માટે લેવાની?” કામાકુરે લાંબુ ભાષણ આપી દીધું. અશોકે કહ્યું:
કામાંકુર, તેં મુનિરાજને છેતર્યા, એ સારું કામ ના કર્યું. પ્રતિજ્ઞા નહીં લેવાની, વિનયથી સ્પષ્ટ ના પાડી દીધી હોત તો?'
‘ભાઈ, બધી વાતો સ્પષ્ટ કહેવાની ના હોય. જો મેં ત્યાં સ્પષ્ટ ના પાડી હોત, તો મારા પિતાજી કરતાં મારી મા મારા ઉપર ખૂબ ગુસ્સો કરત.' કામાકુરે પોતાનો બચાવ કર્યો.
જો ભાઈ, માતાને પ્રસન્ન રાખવી હોય તો જુગાર વગેરે વ્યસનો છોડવાં જોઈએ. મોટા ભાગે બધાં જ માતા-પિતા આ સપ્ત વ્યસનોને ધિક્કારતાં હોય છે અને ઇચ્છતાં હોય છે કે એમનાં સંતાનો નિર્વ્યસની બને.” અશોકે વાતને લંબાવી.
સમરાદિત્યે કહ્યું: “વ્યસનોથી મનુષ્યનું જીવન નષ્ટ થાય છે. નિર્વ્યસની બનવા માટે વિચાર તો કરજો! નિર્વ્યસની જીવનના લાભોનો વિચાર કરજો. શારીરિક દૃષ્ટિથી, આર્થિક દૃષ્ટિથી અને આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારજો.”
સહુ મિત્રો પાથશાળામાં આવી ગયાં. આવતાં જ ચોકીદારે કહ્યું: “માલિક, ભોજન તૈયાર છે. હાથ-પગ મોઢું ધોઈને, આવી જાઓ જમવા... અમારા બ્રાહ્મણે બહું જ સારું ભોજન બનાવ્યું છે.'
ચારે મિત્રો સાથે ભોજન કરવા બેઠાં. ભોજન કરતાં કરતાં સમરાદિત્યે કહ્યું:
૧3
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only