________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતો. સ્વરની મધુરતાને આજે કુમાર નવી રીતે માણી રહ્યો હતો. એને લાગ્યું કે કામાંકુર ગીત પૂરું કરી રહ્યો છે. તે બોલી ઊઠ્યો:
હે મનોહર સ્વરોના સ્વામી! તમારું ગીત ન થોભાવશો... તમારા ગીતસ્વરો ચાલુ રાખો..'
ઘેનમાંથી જાગતો હોય તેમ કામાંકુર જાગ્યો. એણે મચેલાં નેત્રો ઉઘાડ્યાં. એણે મિત્રો સામે જોયું, એ સહેજ હસ્યો ને બોલ્યો: “કુમાર, કવિને.. ગાયકને કંઈ એકનું એક ગીત સદાકાળ ગાવાનું હોતું નથી. ગાવાની પણ કો'ક પળ આવે છે... ગાયક એ અમુલખ પળનો દાસ હોય છે... શ્રોતા હોય કે ન હોય, એ પળ જ એવી હોય છે કે સ્વરો આપોઆપ સ્વાતિનો મેઘ બની વરસી પડે છે. એ પળ સરી ગઈ, કુમાર.'
કામાંકુર, તારી જિલ્લામાં કેટલી મીઠાશ ભરી છે! તારું અંતર પણ એટલું જ મીઠું હશે ને! પરંતુ કામાકુર, એક વાત સમજી લે - લૌકિક શૃંગાર, પરમ શૃંગારનો આભાસ માત્ર છે. સુંદર, મધુર ને સર્વોત્તમ થવું, સહુનું ધ્યેય છે. સર્વ વ્યાધિનો એક માત્ર ઉપાય પરમાત્મપ્રેમ છે... પરમતત્ત્વનો પ્રેમ છે..”
“મહારાજ કુમાર, પરમ તત્ત્વના સદંશ ને ચિદંશ કરતાં કેવળ આનંદાંશ પર અવલંબીને, પ્રેમમાર્ગને હું પ્રવાસી બન્યો છું, હું પ્રેમથી પરમાત્માને પિછાણું છું!'
કામાંકર, તારું ગીત સાંભળીને, મને પણ એક ગીત ગાવાની ઇચ્છા જાગી છે.” કુમારે નિગ્ધ, મધુર ને નિર્મળ સ્વરોમાં ગાવાનું શરૂ કર્યું. નીરવ જલપ્રવાહ ભૂરું આકાશ અને સુંદર વનપ્રદેશમાં કુમારની સૂરાવલિ વહેવા લાગી –
પ્રીત કરી કાહુ સુખ ના લહ્યો.. પ્રીત પતંગ કરી દીપક સો, આપે પ્રાણ દહ્યો, અલિ-સુત પ્રીત કરી જલ-સુત સોં, સંઘર્તિ હાથ ગહ્યો,
પ્રીત કરી કહુ... સુખ ન લહ્યો.. લલિતાંગ વાહ...વાહ પોકારી ઊઠ્યો! તેણે કહ્યું: “માલવદેશમાં ખરેખર, પ્રદનો આવો ગાયક આજે જ સાંભળ્યો... અહો, ઋતુ.. સ્વર અને સમય કેવાં એકતાર થઈ ગયાં છે!'
કુમાર ઊભો થયો. “ચાલો હવે, આપણે ઘણે દૂર જવાનું છે.” છલાંગ મારીને, કુમાર પોતાના અશ્વ પર આરૂઢ થયો..
૧0
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only