________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક તરફ રાજકુમાર વગેરે માટે મખમલી ગાલીચાઓ નાખ્યાં હતાં, સામી બાજુએ સાદી શેતરંજી પર સાજ સાથે બજવૈયા બેઠાં હતાં. થોડે આગળ બે લાલ મખમલી ગાલીચા પર હાથીદાંતની કોતરેલી પૂતળીઓ જેવી બે દાસીઓ બેઠી બેઠી સાજ સાથે સ્વર મિલાવી રહી હતી. બે દાસીઓ હાથમાં વીંઝણો લઈને બેઠી હતી.
સમય થઈ ગયો હતો. કુમાર વગેરે ચારે મિત્રો ગાલીચા પર બેસી ગયાં હતાં. સારંગી ને દિલરુબા પોતાના સ્વર છેડી બેઠાં હતાં. સૌન્દર્યમૂર્તિ ચિંતામણિના આગમનની ઘડીઓ ગણાતી હતી. અચાનક મૃદંગ પર થાપ પડી અને પગના ઘૂંઘરુનો રણકો ગાજ્યો. સ્વર્ગપરી ચિંતામણિ આવી રહી હતી.
સમરકંદની સૌન્દર્યપ્રતિમાના વેશમાં એ ઝૂમતી ઝૂમતી ચાલતી હતી. એણે આછા આસમાની રંગનો બુરખો આખા દેહ પર નાખ્યો હતો. મુખ પર રેશમનો કાળો નકાબ ઢાંક્યો હતો. ચંપકકળીના ગુલદસ્તા જેવા બે પગ અને નકાબમાંથી દેખાતું ગોરું ગોરું અડધું મુખ, આકર્ષણની અદ્ભુત સીમા દર્શાવી રહ્યાં હતાં, પ્રેક્ષકોની આંખોને જાદુથી પોતાના ઉપર સ્થિર કરતી ચિંતામણિ આવી પહોંચી. એનાં પગલામાં લય અને તાલ બજતાં હતાં.
મૃદંગ પર જરા વેગથી થાપ પડી. સિતારના તાર વધુ રણઝણ્યા, ને ચિંતામણિએ આકાશમાં લહેરાતી વાદળીની જેમ દેહને વીંઝ્યો. મસ્તીભરી અદાથી પગનો તાલ આપ્યો, એની સાથે સૂરનો મેળ સાધ્યો અને ઘૂઘરા જરા જરા રણઝણ્યાં.
વાતાવરણ સૂર અને સૌન્દર્યથી તરબોળ બની ગયું. ચિંતામણિએ ગીતની બે પંક્તિઓ બહેલાવી. પગના તાલનો વેગ વધ્યો. તેણે શરીર પરથી બુરખો ફગાવી દીધો. આકાશમાં વીજળી ચમકે એમ એ રૂપવતી સુંદરી ચમકી ઊઠી. શરીર પર ગુલાબી ચીનાઈ વસ્ત્ર, ગુલાબની અર્ધવિકસિત કળીઓથી ગૂંથેલો કેશકલાપ, માથે જરીભરત ભરેલી નાની ટોપી ને નાકમાં મોતીની મોટી ચૂક... પ્રેક્ષકો પર રૂપસૌન્દર્યની મદભરી છાયા પ્રસરી ગઈ.
નૃત્ય અને ગીતની ભારે રમઝટ જામી. ચિંતામણિ હવા પરીની જેમ લહેરાઈ રહી હતી. તાલ બરાબર જામ્યો હતો... ત્યાં અચાનક મૃદંગ બજાવનાર ચૂક્યો... એણે તાલની બહાર થાપ મારી દીધી. અને ચિંતામણિનો નૃત્યદોર અડધે તૂટી ગયો. પ્રેક્ષકો હાહાકાર કરી ઊઠ્યા. જામેલો રંગ ખલાસ થઈ ગયો... બધા બેઠાં બેઠાં પોતાનો રોષ મૃદંગ બજાવનાર પર ઠાલવી રહ્યાં હતાં... ત્યાં સફાળો એક યુવાન ઊઠ્યો. તે મૃદંગ બજાવનાર પાસે ગયો. એના હાથમાંથી મૃદંગ લઈ લીધાં. તેણે મંદગ પોતાના ખોળામાં રાખી એક થાપ મારી. જાણે ગુસ્સે થયેલા પ્રેક્ષકોના દિલ પર થાપ પડી! થાપ પડતાંની સાથે મૃદંગના અવાજથી આખો ખંડ ગુંજી ઊઠઠ્યો. પછી તો મૃદંગ ભારે સુંદર ગતમાં બજવા લાગ્યાં.
ચિંતામણિના પગ આપમેળે નાચી ઊઠ્યાં, પાયલ એની મેળે બજી ઊઠી. તૂટેલા શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૧૯
For Private And Personal Use Only