________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ્વરતાર સંધાઈ ગયાં, ફરી અવનવી મસ્તી જામી પડી. ચિંતામણિ બમણા વેગથી નૃત્ય કરવા લાગી.
મૃદંગકાર પોતાની અજબ કરામત દેખાડી રહ્યો હતો. ધીરેથી એણે પોતાનું ગળું પણ વહેતું મૂક્યું. એના સૂરોમાં ભારે ખેંચાણ હતું. દર્દ પુકારભર્યું ગીત જામી ગયું. સિતારના તાર થંભી ગયાં હતાં. ચિંતામણિના પગોનો ઝંકાર, મૃદંગનો થનગનાટ અને ગાનારનું ગીત... સર્વત્ર સામ્રાજ્ય જમાવી રહ્યાં. સહુનાં હૈયાં થનગનાટ અનુભવી રહ્યાં... ત્યાં એક અવાજ ઊઠ્યો: 'કમાલ કરી તમે તો મહારાજકુમાર!' એ અવાજ હતો કામાંકુરનો! એનાથી ના રહેવાયું... એ મોટેથી બોલી ઊઠ્યો.
www.kobatirth.org
નૃત્ય અને ગીત એકાએક થંભી ગયાં. ચિંતામણિ મૃદંગકારની નજીક આવી. મૃદંગકારના મસ્તક પર વળેલાં પ્રસ્વેદબિંદુઓ એણે લૂછ્યાં. આ ભાગ્ય ભાગ્યે જ કોઈને મળતું, અને જેને મળતું તે મહાભાગ્યશાળી લેખાતો. એક અજાણ્યો માણસ આવું ભાગ્ય પામી જાય, એની બીજાઓને ઇર્ષ્યા જાગી.
ચિંતામણિ પોતાના આસન પર સ્વસ્થતાથી બેસી ગઈ. તેની સામે રહેલા સુવર્ણથાળમાં સહુ પોતપોતાની ભેટ નાખવાં લાગ્યાં. ચાર મિત્રો ઊભા થયા. મૃદંગ નીચે મૂકીને, રાજકુમાર સમરાદિત્ય પણ ઊભો થયો. તેમણે થાળમાં નજરાણું નાખ્યું. ચિંતામણિએ કુમાર સામે જોયું ને તે બોલી: ‘મહારાજકુમાર!’
નીચી દૃષ્ટિએ કુમારે કહ્યું: ‘કહો દેવી!’
‘આ નગરમાં નવા છો?'
‘જી હા...’
‘કોણ છો...?’
‘રાજકુમાર...’
‘ક્યાંના’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ઉજ્જૈનીના...’
‘રાજકાજમાં આવું મૃદંગવાદન કઈ રીતે શીખ્યાં?’
‘એક કળા છે આ. અમને રાજકુમારોને વિવિધ કળાઓ શીખવવામાં આવે છે.’ ‘અદ્ભુત છે કળા તમારી...'
‘અદ્ભુત કળા તો છે તમારા નૃત્યની! મેં આવું નૃત્ય પહેલી જ વાર જોયું...' ‘ફરીથી ક્યારેક આ દાસ્તને દર્શન આપજો...’
૧૩૨૦
‘કાલનો શો ભરોસો? હું વ્યર્થ વચન આપતો નથી...'
ચિંતામણિને તેડું આવ્યું. તે ચાલી ગઈ... કુમાર પણ મિત્રોની સાથે મહાલયમાંથી બહાર આવ્યો. કામાંકુર તો કુમારને ભેટી જ પડ્યો... ‘મહારાજકુમાર, આવી તો કેટકેટલી કળાઓમાં તમે પારંગત છો?’
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ નવમો