________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી રાત કામાકુરે સોનેરી સ્વપ્નોની દુનિયામાં ઘૂમ્યા કર્યું. સ્વપ્નમાં એ પાછો ચિંતામણિના મહાલયે ઊપડી ગયો. કામાંકુર એ રૂપવતી સ્ત્રીનાં રૂપ અને ચાતુર્ય પર મુગ્ધ થઈ ગયો હતો. દાસી એને અંદરના ખંડમાં લઈ ગઈ. આવો મનોહર મહાલય એ આજે જ નિહાળતો હતો. ભોગવિલાસની આટલી બધી સામગ્રીઓ આજે જ નીરખતો હતો. આખા મહાલયને ઠંડું રાખવા માટે એક કૃત્રિમ ઝરણું બધે વહેતું હતું. એમાંથી કેટલાક ફુવારાઓમાં એ પાણી જતું. ફુવારાઓ એ જળને ઉડાડતા ને પાછું એ ઝરણમાં ચાલ્યું જતું. એ કૃત્રિમ ઝરણના છીપ-આરસના કાંઠે અશોક, આમ્ર, બદામ, સરુ ને કદંબના ઘટાદાર વૃક્ષો રોપ્યાં હતાં. નિશિગંધા અને ગુલાબના ક્યારા રચીને, વાતાવરણ સુગંધિત બનાવવામાં આવ્યું હતું. ઠેર ઠેર નાની નાની ગુફાઓ બનાવી, એમાં હરણ, સસલાં વગેરે સુંદર પશુઓ પાળવામાં આવ્યાં હતાં. લતાકુંજોમાં મેના-પોપટનાં પાંજરા ટાંગવામાં આવ્યા હતાં.
મહાલયના એક એકાંત ભાગમાં મધુવનની રચના હતી. ભારે કૌશલ્યથી એ રચના થઈ હતી. કલકલનાદિની યમુના ત્યાં વહેતી બતાવી હતી. કદંબવૃક્ષોની ઘટા અને ગાયોને ચારતાં ગોવાળ ત્યાં આલેખાયેલાં હતાં. સાચા મોર ત્યાં કળા કરતાં હતાં. સાચી ઘેન ત્યા દૂર્વા ચરતી હતી. ઠેર ઠેર માધવીલતાના મંડપો રચાયાં હતાં. ચિંતામણિ આ મધુવનમાં હતી, ને ત્યાંથી બંસીના સૂર આવી રહ્યાં હતાં. એ સૂરો વધુ ને વધુ મીઠા બનતાં હતાં.
સ્વપ્ન પૂરું થયું. જ્યારે કામાંકુર જાગ્યો ત્યારે આકાશમાં સૂરજે ઘણો રસ્તો કાપ્યો હતો. લલિતાગ પાથશાળાની પરસાળમાં આંટાફેરા મારતો હતો. અશોક પાં શાળાના ચોકીદાર સાથે ભોજનની અને પ્રભાતિક દુગ્ધપાનની વાતો કરતો હતો. રાજકુમાર દેખાતો ન હતો. કામાંકુર ઊભો થયો. તે લલિતાંગ પાસે ગયો. પૂછ્યું. “કુમાર ક્યાં?' લલિતાગે સંકેતથી ખંડ બતાવ્યો ને કહ્યું :
ધ્યાનમાં લીન છે...” કોના ધ્યાનમાં?' પરમાત્માના.” “પરમાત્માના ધ્યાનમાં?' ‘ત્યારે શું ચિંતામણિના ધ્યાનમાં?' અરે મારા મિત્ર, હું તો આખી રાત એનું જ સ્વપ્ન જોતો રહ્યો.” એ જ જુએ ને? તને એ જ ગમે છે.... સુરા અને સુંદરી.” મને એકલાને જ ગમે છે? તને નથી ગમતી?"
હવે પ્રભાતિક કાર્યોથી પરવારવું છે કે ચર્ચા કરવી છે? તું કેટલો મોડો ઊડ્યો છે?'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3
For Private And Personal Use Only