________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19EER
લગભગ ચાર ઘટિકા સુધી ધર્મકથા ચાલી. આચાર્યદેવની સમજાવવાની સુંદર શૈલીના કારણે કુમાર ઉપરાંત લલિતાંગ તથા અશોકને પણ આનંદ થયો. તેઓને કંટાળો ના આવ્યો.
આચાર્યદેવ તથા અન્ય મુનિરાજોને વંદના કરી, ત્રણ મિત્રો ઉપાશ્રયની બહાર નીકળ્યાં. આચાર્યદેવના મુખે સાંભળેલી વાતો પર ચર્ચા કરતાં, તેઓ પાંથશાળાએ પહોંચ્યાં. લલિતાગે આચાર્યદેવની અને તેમની જ્ઞાનપ્રતિજ્ઞાની ભૂરિભૂરિ પ્રશંસા કરી. કુમાર સમરાદિત્યનું ચિત્ત પ્રસન્ન થયું.
સંધ્યાકાલીન ભોજન કામાંકુરના આવ્યાં પછી કરવાનું હતું. કામાકુરને લલિતાગે આવશ્યક સૂચનાઓ આપી દીધી હતી. બીજી બાજુ પાંથશાળાના ચોકીદારે પણ, એક પાકશાસ્ત્રકુશળ બ્રાહ્મણને બોલાવી, સુંદર ભોજન તૈયાર કરાવી દીધું હતું.
લગભગ સૂર્યાસ્ત સમયે કામાંકુર આવી ગયો. તેણે લલિતાંગની પાસે બે-ત્રણ પડીકાં મૂક્યાં ને કહ્યું: “મિત્રો, તમને ભાવે તેવી મીઠાઈઓ લઈ આવ્યો છું. ધારાનગરીની આ વખણાતી મીઠાઈઓ છે.' લલિતાગે પડીકાં ખોલી નાખ્યાં અને એમાંથી એક મીઠાઇનો ટુકડો કુમારના મોઢા માં નાખી દીધો. પછી બધા મિત્રોએ મીઠાઈને ન્યાય આપ્યો અને ભોજન કરી લીધું.
ભોજન કરીને, ચારે મિત્રો પાથશાળાના મેદાનમાં આમ્રવૃક્ષ નીચે પાથરેલા, ખાટલાઓ ઉપર આડા પડ્યાં. અશોકે તેમના ચારે ઘોડાઓની સંભાળ લીધી. ચોકીદારે કહ્યું:
માલિક, ઘોડાઓને લીલુંછમ ઘાસ ખવડાવ્યું છે અને ચણાની ચંદી પણ બાંધી હતી. આપ ચિંતા ના કરો, મને જનાવરો ઉપર વધારે પ્રેમ છે...!'
માણસો ઉપર ઓછો ને?” અશોક બોલ્યો, ને સહુ મિત્રો હસી પડ્યાં. અશ્વોએ હણહણાટી કરીને, તૃપ્તિનો પરિચય આપ્યો. અશોકે ચારે અશ્વો પર હાથ ફેરવીને પંપાળ્યાં,
આપણે આવતી કાલે ઉર્જની જવું છે કે અહીં રોકાવું છે?' કામાકુરે પૂછ્યું.
મારી ઇચ્છા એવી છે કે આવતી કાલે કામાકુરને આપણે ઉપાશ્રયે લઈ જઈએ ને ધર્મકથા સંભળાવીએ.' અશોકે પ્રસ્તાવ મૂક્યો.
“કબૂલ. પરંતુ આજે રાત્રે તમારે મારી સાથે કામ કથા સાંભળવા આવવું પડશે.” કહો... તૈયારી છે? હું તમને એવી હવેલીમાં લઈ જઈશ... કે જ્યાં સ્વયં કામદેવ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૧૭
For Private And Personal Use Only