________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલના દરવાજામાંથી ચાર ઘોડેસવારોને બહાર નીકળતાં જોઈને, મહારાજા પુરુષસિંહના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેઓ મનોમન બોલી ઊઠ્યા: ‘ખરેખર આ ત્રણ યુવાનો ચતુર છે, બુદ્ધિમાન છે ને કાર્યદક્ષ છે. ગઈ કાલે તો એમને કામ સોંપ્યું અને આજે કામ શરૂ કરી દીધું.'
સ્વામીનાથ, આજે કુમાર મિત્રો સાથે ધારાનગરી ગયો.” મહારાણી રૂપસુંદરીએ પાછળ આવીને કહ્યું. મહારાજા ચમકી ગયાં. તેમણે પાછળ ફરીને મહારાણી સામે જોયું.
‘દેવી, આજે સર્વપ્રથમ હું કુમારને મિત્રો સાથે જોઉં છું... ને ઉર્જની છોડી બહારગામ જતો જોઉં છું. પણ તમે જાણ્યું ખરું કે એ ધારાનગરી કેમ ગયા?” “ના, એ વાત મેં પૂછી નહીં, એણે કહી નહીં.' “ભલે, હું જાણી લઈશ.” પરંતુ કુમારના આ મિત્રો કોણ છે? આપ જાણો છો?”
હા, ઉજ્જૈનીના મોટા ઘરના છોકરાઓ છે. એક છે આપણા મહામંત્રીનો પુત્ર, બીજો છે નગરશેઠનો પુત્ર અને ત્રીજો છે રાજપુરોહિતનો પુત્ર.”
તો તો બહુ સારું.” કુમારને સારા મિત્રો મળી ગયાં, ખરું ને?' હા, મોટા ઘરના છોકરાઓ છે એટલે સારા જ હોય ને.”
મહારાજા હસી પડ્યાં. તેમને રાણીની આગળ પોતાની યોજના ખોલવી ન હતી. તેમણે વાતને બીજા પાટે ચઢાવી દીધી. તેમના મનમાં મિત્રત્રિપુટી માટે માન ઉત્પન્ન થયું. સફળતાની આશા પણ બંધાઈ. છતાં મનમાં ઊંડે ઊંડે એક અજંપો તેમને સતાવતો હતો. “શું હું દેવ જેવા કુમારને દાનવ જેવો બનાવવા તો તૈયાર નથી થયો?”
શું હું વ્યસનરહિત કુમારને વ્યસની બનાવી, એનું આધ્યાત્મિક પતન કરવા તો તૈયાર નથી થયો? એનું અહિત નહીં થાય ને?
શું હું અવિકારી કુમારને વિકારોનાં વમળમાં ફસાવવા તત્પર નથી થયો ને?” મહારાજા પુરુષસિંહ વ્યથિત થઈ ગયાં. તેઓ ત્યાંથી ચાલી ગયાં. પોતાના આવાસમાં જઈ પલંગમાં પડ્યાં.
બીજી બાજુ રાજકુમાર સમરાદિત્ય અને મિત્રત્રિપુટીના અશ્વો ધારાનગરી તરફ દોડી રહ્યાં હતાં. સમરાદિત્યના અશ્વની સાથે લલિતાંગનો અશ્વ હતો. એ બંનેની પાછળ અશોક અને કામાંકુરના અશ્વો હતાં. લલિતાગે કહ્યું:
મહારાજકુમાર, આપે ધારાનગરી જોઈ હશે પહેલાં?' “ના, આપણે પહેલી જ વાર ધારા જઈએ છીએ.”
ભાગ-૩ % ભવ નવમો
13
For Private And Personal Use Only