________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૯૮h]
ઘારાનગરીના દરવાજે ચારે અશ્વો ઊભા રહ્યાં. કુમાર સમરાદિત્યે લલિતાંગને કહ્યું: ‘આપણે રાજ્યના અતિથિ નથી બનવું. આપણે કોઈ સારી પાંચ શાળામાં જ ઊતરીએ, નાહીધોઈને ભોજન કરી, ઉપાશ્રયે જઈએ.. તારા કહ્યા મુજબ ત્યાં જે વિદ્વાન જૈનાચાર્ય છે, તેમનાં દર્શન કરીએ... પછી એમના અનુકૂળ સમયે તત્ત્વચર્ચા કરીશું.”
લલિતાંગને કુમારની વાત સાચી લાગી. અશોક ધારાનગરીની ગલી ગલીને જાણતો હતો. સાથે સાથે એ પાકશાસ્ત્રમાં પણ પારંગત હતો. એક સારી પાંથશાળામાં એ સહુને લઈ ગયો. પાંથશાળાના રક્ષકના હાથમાં લલિતાગે ગુપ્ત રીતે બે સોનામહોર પકડાવી દીધી. રક્ષક રાજી થઈ ગયો. એણે પાંથશાળાના સ્વચ્છ ને સુંદર બે ઓરડા ખોલી આપ્યાં. પાણી વગેરેની સગવડ કરી દીધી. તેણે લલિતાંગને પૂછ્યું:
ભોજનનું શું કરવું છે?'
ભોજન અહીં જ કરવાનું છે. આ અશોક જેમ કહે તેમ કર.” રક્ષક અશોક પાસે ગયો. કુમાર સમરાદિત્ય સ્નાનગૃહમાં ગયો. લલિતાગે કામાંકુરને આવશ્યક સૂચનાઓ આપી દીધી. “આજની રાત્રિ ચિંતામણિની હવેલીમાં પસાર કરવાની છે.” કામાંકુરે કહ્યું: ‘જમીને તમે ત્રણ ઉપાશ્રયે જજો. હું મારા કામે ઊપડી જઈશ!'
અશોકના માર્ગદર્શન નીચે, ભોજન તૈયાર થઈ ગયું. અશોકે કુમાર સમરાદિત્યની ભોજન-અભિરુચિ જાણી લીધી હતી. ચારે મિત્રોએ સાથે બેસીને, ભોજન કર્યું. ભોજનથી પરવારીને, લલિતાંગે કહ્યું: “હું પહેલાં ઉપાશ્રયે જઈ આવું. આચાર્યશ્રીનો સમય લઈ આવું. પછી આપણે ત્યાં જઈશું.”
કુમારે કહ્યું: “બરાબર છે તારી વાત. અમે પણ થાકેલા છીએ. એક-બે ઘટિકા આરામ કરી લઈએ. ત્યાં સુધીમાં તું સમાચાર લઈને, આવી જઈશ.'
કામાંકુરે કહ્યું: “મહારાજકુમાર, આપ કહેશો તો આપની સાથે ઉપાશ્રયે આવીશ, પરંતુ સાચું કહું તો મને ધર્મકથામાં જરાય રસ નથી. મને તો...”
કામકથામાં રસ છે. એમ જ કહેવું છે ને?' લલિતાગે એનું વાક્ય પૂરું કર્યું. કુમારના બદલે લલિતાગે જ જવાબ આપ્યો: ‘ભલે, તારે તારા કામે જવું હોય તો જજે. કુમાર સાથે, હું અને અશોક જઈશું. જીવનમાં ક્યારેક તો ધર્મકથા સાંભળીએ.'
અશોક બોલ્યો: ‘હવે તો કુમાર સાથે અવારનવાર ધર્મકથા સાંભળવા મળશે. આપણે કુમારને સાથ આપવો જોઈએ ને?' સમરાદિત્યના મુખ પર સ્મિત આવી ગયું. કામકુર ત્યાંથી ક્યારે સરકી ગયો, કોઈને ખબર ના પડી. જોકે લલિતાંગને ખબર હતી જ, લલિતાંગે કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only