________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ? તો તો ખૂબ આનંદ અનુભવવા મળશે.' કેવી રીતે?
કુમાર, જેમ ધારામાં પંડિતો વસે છે, શાસ્ત્રોની ચર્ચા કરનારા વસે છે, તેમ ત્યાં પ્રસિદ્ધ નૃત્યાંગનાઓ પણ વસે છે. દેશ-પરદેશના રાજાઓ.. રાજકુમારો અને શ્રેષ્ઠીઓનાં દિલને ડોલાવનારી એ નૃત્યાંગનાઓને ત્યાં પણ અમે તમને લઈ જઈશું. કેમ અશોક બરાબર ને?”
હા, હા, મહારાજકુમારને કામશાસ્ત્રમાં પારંગત એવી ચિંતામણિને ત્યાં પણ લઈ જવાં જોઈએ...'
કામાંકુરે કહ્યું: “મારી ઇચ્છા, નાટ્યશાસ્ત્રમાં પારંગત શોભનાને ત્યાં પણ કુમારને લઈ જવાની છે. એ ખૂબસૂરત સ્ત્રી નાટ્યશાસ્ત્રના વિષયમાં વિશદ ચર્ચા કરીને, કુમારના ચિત્તને પ્રસન્ન કરી દેશે.”
લલિતાંગે કહ્યું: 'મિત્રો, તમારી વાતો મને ગમી, પરંતુ એક દિવસમાં આપણે ક્યાં ક્યાં જઈશું? આ બધું કંઈ જોવા માત્રથી મન ભરાય નહીં, એ તો અનુભવવાની વાતો છે. વળી, કુમારને તો સર્વપ્રથમ જૈનાચાર્યજીને મળવાનું છે. એમની તત્ત્વચર્ચા સાંભળવાની છે. એ કામ થયા પછી જો સમય મળશે તો ચિંતામણિ કે શોભનાબેમાંથી એકને ત્યાં જઈ શકાશે... કુમારની ઇચ્છા મુજબ કાર્યક્રમ ગોઠવીશું.'
“ભલે, તારી વાત અમે માન્ય કરીએ છીએ, પરંતુ હમણાં આ યાત્રા પ્રવાસ આમ શુષ્ક રીતે જ કરવાનો છે કે કામાકુરનો કર્ણપ્રિય સૂર વહેતો કરવો છે?”
અત્યાર સુધી મૌન રહેલા કુમારે કામાંકુર સામે જોઈને પૂછ્યું: “કામાંકુર, તું બહું સારું ગાય છે? એકાદ ભજન શરૂ કર.”
“કુમાર, મને ભજન તો નથી આવડતાં. એકાદ શૃંગારગીત સંભળાવું. લલિતાંગે સંકેત કરીને, ગીત ચાલુ કરી દેવા જણાવ્યું, અને લલિતાગે કુમારને કહ્યું: “કુમાર, આપણે થોડો વિસામો કરીએ, આ નદીના સુરમ્ય કિનારા પર.'
ચારે મિત્રો ઘોડા ઉપરથી ઊતરી ગયાં. ઘોડાઓને દોરતા તેઓ સરયૂના કિનારે આવ્યાં. સમરાદિત્યના હાથમાંથી લલિતાંગે ઘોડાની લગામ લઈ લીધી. સમરાદિત્ય ત્યાં અશોકવૃક્ષના થડના ટેકે જઈને બેઠો.મિત્રો પણ તેની આસપાસ ગોઠવાઈ ગયાં. વૃક્ષ ઉપરથી ઝરતી અશોકમંજરી ભૂમિને શણગારતી હતી. ફૂલથી ભરચક વનની વેલો પૃથ્વી પર સાથિયા પૂરતી હતી.
કામાંકુરનાં નયન નીલ આકાશ તરફ જડાયેલાં હતાં. એનો શ્યામલ કેશકલાપ એના મજબૂત સ્કંધની આસપાસ પથરાયેલો હતો. એના વિશાળ ભાલપ્રદેશ પર આવેલો પ્રસ્વેદ સ્વાતિના મેઘની જેમ શોભા આપતો હતો. જેવો સુંદર દેહ હતો તેવો જ સુંદર એનો સ્વર હતો.... એના સ્વરમાધુર્યનું સમરાદિત્ય પાન કરી રહ્યો
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3c
For Private And Personal Use Only