________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ઉજ્જૈનના મહામંત્રી સુબુદ્ધિનો પુત્ર છું. મને સહુ લલિતાંગ' કહીને બોલાવે છે.' ‘લલિતાંગ, તું રાજકુમારને લઈને જલદી આવી શકીશ... સમ્યજ્ઞાનની લહાણી કરવી, એ તો અમારું પ્રિય કાર્ય છે.'
ગુરુદેવ, હું ધન્ય થયો. આપની કૃપા પ્રાપ્ત થઈ. હું જઈને મહારાજકુમારને લઈને પાછો ફરું છું. કદાચ..'
કદાચ... શું?'
તેઓ વિશ્રામ કરતાં હશે.. તો એકાદ ઘટિકા વિલંબ થશે.. આજે ખૂબ જ પરિશ્રમ પડ્યો છે.'
ભલે,” આચાર્યદેવના આશીર્વાદ લઈ, લલિતાંગ પાથશાળામાં આવ્યો... ત્યાં તેણે આમ્રવૃક્ષ નીચે ખાટલામાં અશોકને ભરઊંઘમાં જોયો. સમરાદિત્યનો ખંડ હજુ ખૂલ્યો ન હતો. લલિતાંગ પાથશાળાની બહારની પરસાળમાં પડેલા ખાટલા પર બેઠો. તેણે ઉપરાઉપરી ચારપાંચ બગાસા ખાધાં. ત્યાં પાંથશાળાનો રક્ષક દોડી આવ્યો. તેણે લલિતાંગના કાન પાસે પોતાનું મોટું લઈ જઈ, ધીમા અવાજે કહ્યું: “માલિક, હું જોઈ રહ્યો છું કે આપને ઊંઘ આવે છે, પણ એમાં હું જરા દખલ કરું તો ક્ષમા કરજો. મારી પાસે એક એવી ચીજ છે કે ભલે સો રાતના ઉજાગરા હોય પણ એનો જરા જેટલો ધુમાડો કાઢો કે તબિયત ઝક્ક થઈ જાય! આ દેશમાં એ નવી વસ્તુ છે. ગુજરાતના રસ્તેથી આવે છે...' “એવી વળી કઈ ચીજ છે?” લલિતાર્ગ જિજ્ઞાસાથી પૂછ્યું.
ચોકીદારે માટીની એક લાંબી ભૂંગળી કાઢી. એમાં કંઈક ભર્યું. ચકમકથી એને પેટાવી. સુગંધીદાર ધુમાડો ચારે બાજુ ફેલાઈ ગયો. ચોકીદારે લલિતાંગને કહ્યું :
માલિક, જરા ભૂંગળીનો છેડો મોં પર રાખી બે દમ ખેંચો! તરત થાક અને ઊંઘ દૂર થઈ જશે. આનું નામ છે તંબાકુ. ખૂબ મજાની ચીજ છે...”
લલિતાગે તંબાકુનો સ્વાદ કર્યો. તેને તાજગીનો અનુભવ થયો. ખીસામાંથી કાઢીને, એક સોનામહોર ચોકીદારને આપી, ચોકીદારે માટીની ભૂંગળી અને તમાકુની પોટલી લલિતાંગને આપી દીધી.. “માલિક, આ વસ્તુ ઉનીમાં પણ મળી જશે. તમારા કિલ્લાની બહાર જે પાંથશાળા છે, તેના ચોકીદારને મળજો.”
લલિતાંગ સ્વગત બોલ્યો: “ચાલો, સારું થયું. કુમાર સાથે ઉપાશ્રયે જવું પડશે. ધર્મકથા સાંભળવી પડશે... કંટાળો આવત, જો આ ‘તંબાકુ ના મળી હોત તો! હજુ આ ભૂંગળીમાં આગ સળગે છે.. થોડી તંબાકુ નાખીને, બેચાર દમ મારી લઉં. શી ખબર ઉપાશ્રયમાં કેટલી ઘડી બેસવું પડશે!” તેણે પોટલી ખોલીને ચપટી ભરી, તંબાકુ ભૂંગળીની આગમાં નાખી... ધુમાડો ઊઠ્યો. લલિતાગે ચાર-પાંચ દમ મારી લીધાં. પરંતુ તેને ઉધરસ આવી... ઉધરસનો અવાજ સાંભળી, અશોક જાગી ગયો. તે ખાટલામાં બેઠો થઈ ગયો. તેણે લલિતાંગને જોયો. એના હાથમાં ભૂંગળી જોઈ. શ્રી સમરાદિત્ય મહાકથા
૧343
For Private And Personal Use Only