________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે સમજી ગયા. એ જ કામ કરવાનું છે. અને એ કામ કરવા માટે તમારે જેટલું ધન જોઈએ તેટલું મારી પાસેથી લઈ જજો.”
મહારાજા, અમારી હવેલીઓમાં આપની જ સંપત્તિ છે ને. કોણે એ બધું આપેલું છે?”
પરંતુ તમારાં માતા-પિતાને ગંધ ના આવવી જોઈએ. કે તમને મેં આ કામ સોંપેલું છે.'
કોઈને પણ ખબર નહીં પડે.. અને ખબર પડી જાય તો અમારી ગરદન અને આપની તલવાર... પછી?” અશોક બોલી ઊઠ્યો. તેણે કહ્યું:
“મહારાજકુમારને અમે એકાદ મહિનામાં જ વિલાસપ્રિય બનાવી દઈશું. અત્યાર સુધી એમને અમારા જેવા મિત્રો મળ્યા નથી. જે કામ માતા-પિતા ના કરી શકે, એ કામ મિત્રો કરતાં હોય છે.'
આજે તમારા ત્રણેના પિતાઓ જે સ્થાને છે, એ સ્થાને તમે હશો.. કે જ્યારે કુમાર રાજા હશે. માટે અત્યારથી જ તમે કુમારના ચિત્તને વશ કરી લો. મને તમારા ત્રણે પર વિશ્વાસ છે કે તમે નિઃશંક કુમારને કામપુરુષાર્થમાં રુચિવાળો બનાવી દેશો. તમારા પર હું સમયનું બંધન લાદતો નથી. ભલે એક દિવસ... એક મહિનો કે એક વર્ષ લાગે... કામ થવું જોઈએ...”
મહારાજાએ ત્રણે યુવાનોને એક એક હજાર સ્વર્ણમુદ્રાઓની થેલી ભેટ આપી, મહારાજાને પ્રણામ કરી, ત્રણ યુવાનોએ વિદાય લીધી.
0 0 0 સમરાદિત્ય જાગ્યો ત્યારે સૂરજ ઘણો ઊંચે ચઢી ગયો હતો. રાતના વર્ષોના ભયંકર તોફાન પછી, આકાશ નીતરેલું હતું. ને ગુલાબની વાડીઓમાંથી તથા કેવડાનાં જંગલોમાંથી સુવાસ લઈને વાયુ વાઈ રહ્યો હતો. સમરાદિત્યે આંખો ખોલી પણ પાછી તરત મીંચાઈ ગઈ... મોડી રાત સુધી એ જાગ્યો હતો. તત્ત્વરસિકો સાથે એણે મધ્યરાત્રિ સુધી તત્ત્વચર્ચા કરી હતી.
મહેલની પશ્ચિમ દિશાની બારી ખુલ્લી હતી. સૂતાં સૂતાં કુમારે એ બારીમાંથી ક્ષિપ્રા નદીનાં નીર જોયાં અને એ જાગ્યો.
બાજુના ખંડમાં લલિતાંગ, અશોક અને કામાંકુર આવીને બેસી ગયાં હતાં. તેમણે કુમારના પરિચારકને કહી રાખ્યું હતું કે “કુમાર જાગે એટલે અમને સૂચના આપજે.'
કુમાર જાગ્યો એટલે પરિચારકે કહ્યું: “મહારાજકુમાર, આપને મળવા માટે નગરના ત્રણ યુવાનો સૂર્યોદય થતાં આવીને, બાજુના ખંડમાં બેઠા છે..!” “આજે બહુ ઊંઘ આવી ગઈ! ઘણો પ્રમાદ થઈ ગયો..” મહારાજકુમાર, આપ પેલા નવરા માણસો સાથે મધ્યરાત્રિ સુધી જાગતાં રહ્યાં...
૧305
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only