________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાએ કહ્યું: ‘પંડિતજી, કુમાર ગુણવાન છે. એનામાં મને કોઈ દોષ દેખાતો નથી. એ કુમારભાવમાંથી બહાર નીકળી રહ્યો છે... યૌવનમાં પ્રવેશવાની તૈયારી છે, છતાં એનામાં ઉન્માદ નથી, ઉન્મત્તતા નથી. અવિનય કે અવિવેકી નથી. નહીંતર આ ઉમરમાં આવા બધા દોષો સુલભ હોય છે. અને પંડિતજી, હું તો એમ માનું છું કે આ બધી વાતો ન હોવી એ ખામી છે. આ ઉંમરનો પુત્ર ઉન્માદી હોય તો ગમે. એનો અવિનય... એની વાચાળતા.. બધું ગમે. આટલી બધી રાજ્યસંપત્તિ હોવા છતાં એ ઉદાસીન રહે છે. જાણે એને વૈષયિક સુખો ગમતાં જ નથી. મને એમ લાગે છે...
રાજસભામાં કુમાર ક્યારે આવે છે, એ તમે જાણો છો? ગીત અને નૃત્યના કાર્યક્રમ પૂરા થયા પછી જ એ આવશે. નૃત્યાંગનાઓ એને પ્રણામ કરે છે પણ એ ક્યારેય નૃત્યાંગનાઓ સામે જોતો નથી. એની દૃષ્ટિ સદેવ નીચી રહે છે. એ કોઈ સ્ત્રી સાથે હસીને વાત કરતો નથી, સિવાય એની જનની.”
મહારાજા મૌન થઈ ગયા. પંડિત મહારાજાને પ્રણામ કર્યા. મહારાજાએ પંડિતનું અભિવાદન કર્યું. પંડિતે વિદાય લીધી. મહારાજા અંતઃપુર તરફ ચાલ્યાં. તેમના મનમાં કુમાર સમરાદિત્યનું શાસ્ત્રપ્રિય અને વૈરાગી જીવન, ચિંતાનું કારણ બની ગયું હતું. સંસારની સ્વાભાવિક જીવનપદ્ધતિથી કુમાર દૂર જઈ રહ્યો હતો, છતાં મહારાજા કુમારનું દિલ દુઃખાય, એવું કંઈ જ કહેવા તૈયાર ન હતાં.
તેમણે મહારાણીને કહ્યું: દેવી, તમને કુમારની રીતભાત કેવી લાગે છે?” ‘કેમ, આ રીતે પૂછો છો?”
કુમાર આટલી નાની ઉંમરમાં વધારે પીઢ, ઠરેલ અને ડાહ્યો નથી લાગતો? દુનિયામાં સ્વાભાવિક રીતે આ ઉમરમાં બાળક પીઢ ના હોય, ઠરેલ ના હોય... આ ઉમર ધિંગામસ્તીની હોય છે.. તોફાનો કરવાની હોય છે... રિસાવાની-મનાવાની હોય છે. સારું ખાવા-પીવાની ને સારું પહેરવા-ઓઢવાની હોય છે! કુમારમાં આવું કંઈ જ દેખાતું નથી..” “સાચી વાત છે આપની.” મહારાણી ઊંડા વિચારમાં પડી ગયાં. કોઈ ઉપાય કરવો જોઈએ. મહારાજા બોલ્યાં. કેવો ઉપાય?”
એ સ્થિતપ્રજ્ઞ ન રહે, આપણા સહુ જેવો રાગ-દ્વેષી બનવો જોઈએ. વૈભવવિલાસને ભોગવનારો બનવો જોઈએ. એ માટે ઉપાય કરવા જોઈએ. એક રાજકુમાર દેખાવો જોઈએ...”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૦૩
For Private And Personal Use Only