________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે ઉજ્જૈનીનો પથ્થરે પથ્થર દીપકોના તેજથી ઝળાંહળાં થઈ રહ્યો હતો. એના કિલ્લાનો બુરજે બુરજ તોપોના પ્રચંડ નાદથી ગાજી રહ્યો હતો. મહારાણી રૂપસુંદરીએ પુત્રને જન્મ આપ્યો હતો, એટલે જ આજે સહુની હસીખુશીની સીમા ન હતી. ઊંચે ઊંચે આસમાનમાં સિતારાઓ ગાઈ રહ્યાં હતાં ને વેગભર્યો વહી આવતો પહાડી પવન બંસી બજાવતો હતો. ઉજ્જૈનીનાં મંદિરોમાં પૂજારીઓ પૂજાપાઠ કરી રહ્યાં હતાં. નવજાત રાજકુમારની દીર્ઘ જિંદગી માટે, પ્રાર્થનાઓ કરી, રહ્યાં હતાં. રાજમહેલના નગારખાનાનો તુમુલ ઘોષ કાનને બહેરા કરી નાખતો હતો. રાજગવૈયાઓએ પોતાનાં ગળાં વહેતાં મૂક્યાં હતાં.
રાજમહેલની શોભા આજે અવર્ણનીય બની હતી. એના ભવ્ય દરવાજા, કોતરકામવાળા છજાં, ઝરૂખાઓ ને નાજુક બારીઓને ખૂબ શણગારવામાં આવી હતી. રાજમહેલના ઉપરના ભાગમાં આવેલા દીવાનખાનામાં, મહારાજા પુરુષસિંહ બેઠાં હતાં, ત્યાં મહારાણી રૂપસુંદરીની અંગત દાસી સિદ્ધિમતીએ પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કર્યાં અને બોલી:
‘મહારાજા, અતિ શુભ સમાચાર લાવી છું. મહારાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર કુશળ છે...'
મહારાજાએ ઊભા થઈ, અતિ હર્ષ વ્યક્ત કર્યો અને દાસીના ગળામાં મૂલ્યવાન સ્વર્ણહાર પહેરાવી દીધો, દાસી ચાલી ગઈ. મહારાજાએ ‘કાળધંટી’ વગડાવીને, સર્વે રાજકેદીઓને મુક્ત કરી દીધાં. મહાદાન અપાવવું શરૂ કર્યું. મિત્રરાજાઓને અને આશ્રિત રાજાઓને પુત્ર જન્મના સંદેશા મોકલાવી દીધા. નગરમાં ઉમંગભર્યો આનંદઉત્સવ પ્રવર્તાવ્યો.
બારમો દિવસ આવી લાગ્યો.
સ્નેહી-સ્વજનો, મિત્રો અને પરિજનો... સહુને મહારાજાએ આમંત્રિત કર્યાં. સહુને શ્રેષ્ઠ ભોજન આપ્યું અને પુત્રનું નામ પાડવાનો પ્રસ્તાવ મૂક્યો. મહારાજા પુરુષસિંહની બહેન તેજકુંવરીને કહ્યું:
‘બહેન, રાજકુમારનું નામ ‘સમરાદિત્ય’ પાડવાનું છે...
'ભલે, એ નામ પાડીશ. મને પણ ગમ્યું!' તેજકુંવરીના મુખ પર પ્રસન્નતા પથરાઈ ગઈ. તેણે સહુની સમક્ષ રાજકુમારનું નામ જાહેર કર્યું:
‘હું નવજાત રાજકુમારનું નામ ‘સમરાદિત્ય’ જાહેર કરું છું.’
‘બાળરાજકુમાર સમરાદિત્યનો જય હો. વિજય હો,' મહામંત્રીએ જય બોલાવી. બાળરાજકુમારનાં રૂડાં લાલન પાલન થવા લાગ્યાં. તેને મનગમતાં ભોજન મળવા લાગ્યાં. મનગમતાં રમકડાં મળવા લાગ્યાં. સુંદર વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારોથી કુમાર શોભવા લાગ્યો. રાજારાણીનો હર્ષ રમણે ચઢ્યો...
શ્રી સમરાદિત્ય મહાથા
For Private And Personal Use Only
૧૩૦૧