________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકુમાર જ્યારે સમજણો થયો, એને વિવિધ કળાઓ શીખવવા માટે પ્રસિદ્ધ કલાકારો રોકવામાં આવ્યાં શસ્ત્રકળામાં અને શાસ્ત્રકળામાં કુમારને પારંગત ક૨વા માટે રાજારાણી બંને સંપૂર્ણ ધ્યાન આપવા લાગ્યાં. રાજાને લાગ્યું કે કુમારને જેટલો ૨સ શાસ્ત્રકળામાં છે, તેટલો શસ્ત્રકળામાં નથી. શાસ્ત્રોનું અધ્યાપન કરાવનાર પંડિતને જોતાં જ કુમાર ઊભો થઈ જતો અને પંડિતનું અભિવાદન કરતો.
* કુમારને શાસ્ત્રોના અધ્યયનમાં અનુરાગ હતો.
* તે એકાગ્રચિત્તે આત્મા, કર્મ આદિ તત્ત્વોનું નિરૂપણ કરવા લાગ્યો.
* તાર્કિક બુદ્ધિથી એ શાસ્ત્રોનું અર્થઘટન કરવા લાગ્યો.
* ભિન્ન ભિન્ન મંતવ્યોવાળાં શાસ્ત્રોનો સમન્વય કરવા લાગ્યો
પંડિત પણ નાના રાજકુમારનો શાસ્ત્રરાગ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા જોઈને, આશ્ચર્યચકિત થઈ ગયાં. સાથે સાથે કુમારના વૈરાગ્યભાવને વૃદ્ધિ પામતો જોઈને, પંડિતને ચિંતા પણ થઈ. એક દિવસ પંડિતે મહારાજા પાસે જઈને, વાત પણ કરી:
‘મહારાજા, રાજકુમાર સમરાદિત્ય ખૂબ જ સારું અધ્યયન કરી રહ્યા છે... પરંતુ એક રાજ કુમારમાં ક્યારેય જોવા ના મળે એવો વૈરાગ્યભાવ મને એનામાં દેખાય છે!’
‘પંડિતજી, હું જોઈ રહ્યો છું કુમારને. એને સુંદર વસ્ત્રો કે અલંકારો ગમતાં નથી... એ ક્યારે એના શરીરને શણગારતો નથી. ક્યારેય એ ખાવાપીવામાં પોતાની રુચિ દેખાડતો નથી. એને ચિત્રકળા કે બીજી કળાઓ પ્રિય નથી... એને મેં ક્યારેય ખડખડાટ હસતો જોયો નથી... જોકે એના મુખ પર મેં ક્યારેય ખેદ કે ઉદ્વેગ પણ જોયો નથી... ક્યારેય મિત્રો સાથે ટોળટપ્પાં મારતો નથી... મિત્રો સાથે બહાર અક્રીડા ક૨વા જતો નથી... હા, ક્યારેક ગીત-સંગીતમાં લીન બનેલો જોયો છે...’
‘હા, કોઈ કુમાર પાસે તત્ત્વજ્ઞાનની વાતો સાંભળવા આવે છે તો એના કોઠે કોઠે અજવાળા થઈ જાય છે. એ દીર્ઘકાળ પર્યંત તત્ત્વની વાતો કરતો રહે છે. એવી સરસ શૈલીમાં એ બોલે છે... કે સાંભળનાર રસપૂર્વક સાંભળ્યા જ કરે. એને કંટાળો ના આવે!'
‘પંડિતજી, આ વાત સારી છે, પરંતુ આ રાજકુમાર છે. એ કોઈ વણિક કે બ્રાહ્મણ નથી. એ ભવિષ્યનો રાજા છે. એ શસ્ત્રકળામાં નિપુણ જોઈએ. એને અશ્વક્રીડા આવડવી જોઈએ... અને સંસાર-વ્યવહારનું પણ એને જ્ઞાન જોઈએ...'
પંડિતે કહ્યું: 'મહારાજા, સાચું કહું તો મને કુમારનાં એક યોગભ્રષ્ટ યોગીનાં દર્શન થયાં છે, એ વૈરાગી છે... મેં ક્યારે પણ એને કન્યાઓ સામે જોતાં નથી જોયો... વાત કરવાની કે હસવાની તો વાત જ નહીં, એ ભલો ને એનું શાસ્ત્રાધ્યયન ભલું. અરે, ક્યારેક તો મેં એને ઊંડા વિચારમાં ડૂબી જતો જોયો છે... જાણે અગમનિગમની વાતોનું અનુસંધાન કરતો હોય...!'
9302
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવમો