________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'AEG
મુંદરા કહે લલિતાંગ.' તારે મારું એક કામ કરવાનું છે.'
લલિતાંગ, તને ફરી ફરીને કહું છું કે આ સુંદરીના એક એક અંગને સ્પર્શવાનું મૂલ્ય, એક એક રાજસિંહાસન જેટલું છે....'
એક રાજસિંહાસન જેટલું એટલે?”
એટલે એ જ કે સુંદરીને પોતાની બનાવનારો, એ વિના એને જાળવી ના શકે. મૃગમદ અને પૂરથી મહેકી રહેલી આ કાયાને આલિંગનારો જગતની ઇર્ષાનો ભાગી બનશે. એને કચડી નાખવાં સહુ ધસી આવશે. એ વેળા એ પુરુષના બાહુઓમાં વજ જેવી શક્તિ જોઈશે. નાગપાશ શો આ કેશકલાપ જે જોશે એ પોતાને ભૂલી જશે, ને મારી તરફ દોડી આવશે. કમળદંડ શા આ હસ્ત પર રહેલાં કેયુર ને કંકણનો ઝણઝણાટ ભલભલાને ભાન ભુલાવી દેશે. સહુ આ ઝગારા મારતા સૌન્દર્ય માટે મરી ફીટવા તૈયાર થશે. સુંદરી વિલાસમૂર્તિ છે, વૈભવ સ્વરૂપિણી છે, ઐશ્વર્યશાલિની છે. સુંદરીને હૃદયેશ્વરી બનાવનારની પાસે એને સંતોષવા ખજાનો જોઈએ એ ના થઈ શકે તો ઉજ્જૈનીના સૌન્દર્ય બજારની અધીશ્વરી સુંદરી ભલે અહીં જ રહી.”
લલિતાંગ હર્ષવિભોર થઈ ગયો. તેણે કહ્યું: “દેવી સુંદરી, તને સંતોષી શકે, અને તને ગમી જાય તેવો નવયુવાન, રૂપરૂપનો અંબાર, અનેક કલાઓનો સ્વામી.. અને બૃહસ્પતિ જેવી બુદ્ધિવાળો. પુરુષ મારે તારી પાસે લાવવો છે. તે એક રાજકુમાર છે, મારો મિત્ર છે....
સુંદરી, એ રાજકુમારને તારે તારા મોહપાશમાં બાંધવાનો છે! એ રાજકુમારને અપ્સરા જેવી રાજકુમારીઓને જોવા છતાં, વિકાર સ્પર્શતી નથી. નીરોગી અને અખંડિત દેહ હોવા છતાં તેનામાં કામોત્તેજના થતી નથી. એ રૂપવતી-લાવણ્યવતી લલનાઓ સામે આંખ ઊંચી કરીને, જોતો પણ નથી. સંગીત વગેરે કળાઓ પ્રત્યે ઉદાસીન રહે છે. આભૂષણોથી શરીરને સજાવતો નથી.... કામદેવથી ભ્રમિત થતો નથી. વિષયસુખની ઇચ્છા કરતો નથી..”
લલિતાગની વાત સુંદરી એકાગ્ર ચિત્તે સાંભળી રહી હતી. તેને પોતાનું માન ખંડિત થતું લાગ્યું. તે બોલી: “મંત્રીપુત્ર, સુંદરીના આ નાગપાશસમા કેશકલાપને ગૂંથવા માટે તો કેટલાય શ્રીમંતો ફકીર થવા તૈયાર છે. અરે, મારાં સૌન્દર્યનું પાન શ્રી સમરાદિત્ય મહાકથા
૧ce
For Private And Personal Use Only