________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહારાણી રત્નવતીએ મહારાજાના ખંડમાં પ્રવેશ કર્યો. ખંડમાં સુગંધ ફેલાયેલી હતી. મહારાજાના મુખ પર તેજ હતું. મહારાજાએ રત્નવતીને કહ્યું: ‘દેવી, આજે મહામંત્રના ધ્યાનમાં અપૂર્વ લીનતા પ્રાપ્ત થઈ. આજે મેં અરિહંત પરમાત્માનું સ્ફટિક રત્ન જેવા વર્ણમાં ધ્યાન કર્યું. સિદ્ધ ભગવંતોનું લાલ રંગમાં ધ્યાન કર્યું... આચાર્યદેવનું પીળા રંગમાં, ઉપાધ્યાયનું લીલા રંગમાં અને સાધુનું શ્યામ વર્ણમાં ધ્યાન કર્યું. પાંચે પરમેષ્ઠિના ધ્યાનમાં કોઈ વિક્ષેપ ના આવ્યો. એ ધ્યાન પૂર્ણ થયા પછી મેં મનને તીર્થંકર પરમાત્માના સમવસરણમાં સ્થિર કર્યું. બહુ મજા આવી!’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નવતીએ કહ્યું: ‘બહુ સારું ધ્યાન લાગી ગયું આપને. આપનો આત્મા વધુ ને વધુ કર્મનિર્જરા કરી રહ્યો છે... આત્મભાવ વધુ ને વધુ નિર્મળ થઈ રહ્યો છે.’
‘દેવી, પરંતુ રાજ્યનાં કાર્યો તરફ મન ઉદાસ બનતું જાય છે. કર્તવ્યોનું પાલન કરું છું, છતાં ક્યારેક કર્તવ્ય પણ પળાતું નથી. એ તો સારું છે કે અયોધ્યાનું મંત્રીમંડળ અને સામંત રાજાઓ અનુકૂળ છે, રાજ્યને વફાદાર છે, એટલે વાંધો નથી આવતો... પરંતુ હું સમજું છું કે મારું મન નિવૃત્તિ તરફ વધારે દોડે છે!
મને આચાર્ય ગુરુદેવશ્રીની સ્મૃતિ થઈ આવે છે. પિતા મુનિરાજ અને માતા – સાધ્વીજીની સ્મૃતિ થઈ આવે છે... હું દિવસમાં અનેક વાર ભાવથી એમને વંદના કરું છું...
દેવી, ક્યારેક તો મને ગુરુદેવ એમની પાસે બોલાવતાં હોય, એવો ભાસ થાય છે... એ વખતે હું મારી ચારે બાજુ જોઉં છું... જો તેઓ આકાશમાર્ગે આવી જાય તો...!'
‘તેઓ પાસે આકાશગામિની લબ્ધિ છે?’ રત્નવતીએ પૂછ્યું.
‘હા તેઓ આકાશમાર્ગે ગમનાગમન કરે છે. મેં પ્રત્યક્ષ તેઓને આકાશમાર્ગે જતાં જોયા છે.'
‘દેવ, કદાચ આપના પુણ્યથી આકર્ષાઈને કે આપના પ્રત્યેની ભાવ-અનુકંપાથી પ્રેરાઈને, અહીં આવે... તો જરૂર મને કહેજો... હું પણ તેઓનાં દર્શન કરીને, ધન્ય બનીશ...’
શ્રી સમરાદિત્ય મહાકા
બીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. સૂવાનો સમય થઈ ગયો હતો. રત્નવતીએ શયનખંડનાં દીપકોને ઝાંખા કર્યાં.
For Private And Personal Use Only
૧૨૮૧