________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ મહેલમાં રાખ્યાં. કાશીનરેશની પટ્ટરાણી સુષમાદેવી સાથે રત્નવતીનો પરિચય થયો...
સ્નાનાદિથી નિવૃત્ત થઈ, સહુએ ભોજન કર્યું અને પછી લાંબી યાત્રાથી થાકેલાં સહુએ વિશ્રામ કર્યો.
ગુરુદેવની અનુમતિ લઈને, કાશીનરેશે વારાણસીમાં આઠ દિવસનો ભવ્ય મહોત્સવ આયોજિત કર્યો.
* ગુણચંદ્ર અને રત્નવતીએ પાર વિનાનું દાન આપ્યું.
* કાશીનરેશે જેલના દરવાજા ખોલાવી દીધાં.
* સર્વ મંદિરોમાં ઉત્સવ મંડાવ્યાં.
* સમગ્ર કાશી દેશનાં સર્વ નગરોમાં ઘોષણા કરાવી કે અયોધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર અને મહારાણી રત્નવતી ચારિત્રધર્મ-દીક્ષા ગ્રહણ કરવા વારાણસીમાં ગુરુદેવ પાસે પધાર્યાં છે...'
‘રાજા-રાણી દીક્ષા લે છે? ગૃહવાસ ત્યજે છે? શા માટે?' હજારો લોકો રાજારાણીનાં દર્શન કરવા ઉમટ્યાં. બંનેને જોઈને, સ્તબ્ધ થઈ ગયાં... 'આ તો સાક્ષાત્ ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે. શા માટે કઠોર સાધુજીવન લેતાં હશે?' અનેક પ્રશ્નો પ્રજા આપસમાં ચર્ચવા લાગી.
સ્વયં કાશીનરેશની પટ્ટરાણીને અતિ આશ્ચર્ય થયું. તેણે રત્નવતીને પૂછ્યું પણ
ખ.
‘શા માટે દીક્ષા લો છો? તમારે શી કમી છે? તમારી પાસે હજુ રૂપ છે, યૌવન છે, વૈભવ છે, સત્તા છે... મને સમજાતું નથી કે તમે શા માટે સાધુ-સાધ્વી બનવા તત્પર થયા છો. જોકે તમે અમારાં મહેમાન છો, તમને આવો પ્રશ્ન ના પૂછવો જોઈએ...’
રત્નવતીએ કહ્યું: ‘મહાદેવી, આ વાત સમજાઈ જશે, જ્યારે તત્ત્વદૃષ્ટિ, જ્ઞાનદૃષ્ટિ ખૂલી જશે. રૂપ, યૌવન વગેરેના ભરોસે ના રહેવાય... અને બીજી વાત છે ૫૨લોકની! દેવી, તમે વિચાર્યું છે ખરું કે મૃત્યુ પછી બીજી વાર જન્મ લેવો પડે છે!'
‘ના, ના મૃત્યુ પછીનો કોઈ જ વિચાર નથી કર્યો, પુનર્જન્મનો વિચાર નથી કર્યો...
‘એવી રીતે, તમે ધન, યૌવન વગેરેની ક્ષણિકતાનો વિચાર કર્યો છે? અકાળે વૃદ્ધાવસ્થા આવી શકે છે... જોતજોતામાં જીવન પૂરું થઈ જાય છે... સત્તા ચાલી જાય
૧૨૮૪
ભાગ-૩
ભવ આઠમો
For Private And Personal Use Only