________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરે, આ તો મહાત્મા ગુણચંદ્ર મહામુનિ છે! રાજા મુનિરાજનાં ચરણોમાં પડી ગયો. રાજાએ ત્યાં ઊભેલા નગરરક્ષકોને અને અધિકારીને પૂછ્યું:
‘તમે આ ભગવંત સાથે કોઈ પ્રતિકૂળ-અનુચિત વર્તન નથી કર્યું ને? આ તો અમારાં સ્વામી ગુણચંદ્ર મહારાજા છે, અયોધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર, સંસાર પ્રત્યે વિરક્ત બની, તેઓ સાધુ બન્યાં... ત્યાર પછી ઉગ્ર કોટિની સાધના કરવા તેઓ સિંહની જેમ એકાકી વિચરે છે. તમે લોકોએ તેમને સતાવ્યા નથી ને? આપણું સદ્ભાગ્ય છે કે તેઓ અહીં પધાર્યા છે... આપણને તેમનાં દુર્લભ દર્શન થયાં છે!”
અધિકારીએ કહ્યું: “મહારાજા, અમે અજ્ઞાની છીએ. અમે આ મહાપુરુષને ઓળખ્યા નહીં.. અને તેમની સાથે અમે અયોગ્ય વ્યવહાર કર્યો છે... અમે તે મહાપુરુષ પાસે ક્ષમા માગીએ છીએ..' અધિકારી અને બધા સૈનિકો મુનિરાજનાં ચરણોમાં મસ્તક મૂકી, ગદ્ગદ સ્વરે ક્ષમાયાચના કરવા લાગ્યાં. રાજાએ પૂછ્યું: “તમને કોણે કહ્યું કે આ ચોર છે...?”
રાજાનો પ્રશ્ન સાંભળીને, વાનમંતર ગભરાયો. તરત જ અદૃશ્ય બની, ભાગી ગયો.
અધિકારીએ કહ્યું: “એ અહીં જ છે. અમે એને આપની પાસે લાવીએ.” અધિકારીએ અને સૈનિકોએ ઘણો શોધ્યો વાનમંતરને, પણ એ ક્યાંથી મળે?”
મહારાજા, હમણાં જ અમે એને જોયો હતો, અત્યારે દેખાતો નથી...”
જો એ દેખાતો નથી, તો જરૂર એ કોઈ દેવીશક્તિ હશે જરૂર આ મહાત્મા પર ઉપસર્ગ કરી ગયો... ખેર, જવા દો, એ અધમ દેવને હવે તમે સર્વપ્રથમ રાજમહેલમાં જાઓ. પરિવારને સમાચાર આપો અને પ્રજાજનોને કહો કે ઉત્તમ વ્રતમાં રહેલા, મૂર્તિમંતા ધર્મરાજ, જેમનાં દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય... જેમનાં દર્શનથી પરમ શાન્તિ પ્રાપ્ત થાય.. એવા આપણા મોટા સ્વામી ભગવંત ગુણચંદ્ર મહામુનિ, અહીં પધાર્યા છે. માટે સહુ અહીં આવીને, તેમને વંદના કરો. તમારું અવશ્ય આત્મકલ્યાણ થશે.'
રાજા વિશ્વક્સન તો ત્યાં જ, ધ્યાનસ્થ મુનિવરના સામે પદ્માસને બેસી ગયાં રાજાને મહાત્મા ગુણચંદ્ર ઉપર, જ્યારે તેઓ અયોધ્યાના રાજા હતાં, ત્યારથી સ્નેહ હતો. તે અયોધ્યાપતિના આજ્ઞાંકિત રાજા હતાં..
૦ ૦ ૦ ભવ્ય આડંબર સાથે રાજપરિવાર અને પ્રજાજનો મુનિરાજને વંદન કરવા આવ્યાં. સહુએ વંદના કરી. રાજા વિશ્વક્સને મુનિરાજના ગુણોની સ્તવના કરી. રાણીઓ,
૧૯૨
ભાગ-૩ ૪ ભવ આઠમાં
For Private And Personal Use Only