________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ એ પર્વત પર ગયો. એક મોટી શિલા એણે ઉપાડી. આકાશમાર્ગે મુનિરાજની ઉપર આકાશમાં આવ્યો. મુનિરાજનું નિશાન લઈ વિશાળ શિલા પટકી દીધી.. શિલા મુનિરાજ ઉપર પડી.. ભયંકર ધબાકો થયો... પરંતુ મુનિરાજ મૃત્યુ ના પામ્યાં... મૂચ્છિત થઈ ગયાં. પરંતુ ત્યાંથી પસાર થતો, એક કઠિયાર લાકડાના ભારા સાથે નીચે પછડાઈ ગયો. ને બેહોશ થઈ ગયો.
મુનિરાજની મૂચ્છ દૂર થઈ. તેઓ પુનઃ ધ્યાનલીન બની ગયાં. વાનમંતરને લાગ્યું કે મુનિ મરી ગયાં. પરંતુ નજીક આવીને જ્યારે જોયું ત્યારે મુનિને જીવતાં જોયા! એ નિરાશ થઈ ગયો... “શું કરું? આનું આયુષ્ય અતિ પ્રબળ છે. હું આને મારી નહીં શકું. મારું શસ્ત્ર આના પર કોઈ કામ નથી કરતું.... આવી ભયંકર પથ્થરશિલાઓ પણ એ સહન કરી શકે છે!
ખેર, ભલે એ જીવે, પણ હું એને હેરાન પરેશાન કરી નાખીશ... “આ સાધુતા માત્ર દંભ છે, ધૂર્તતા છે.” એમ પ્રજાને સમજાવીને, પ્રજા દ્વારા એના પર જુલમ વરસાવીશ...
આના પર ચોરીનો આરોપ આવે એમ કરું, નગરરક્ષકો એને ચોર સમજીને મારે. પછી શૂળી પર ચઢાવે... બસ, આ જ ઉપાય બરાબર છે.'
વાનમંતર અદૃશ્ય થઈ ગયો. કલ્યાણ ગામના એક શ્રીમંતના ઘરમાં પ્રવેશ્યો.
રાત્રિનો સમય હતો. ઘરમાં બધા નિદ્રાધીન હતાં. વાનમંતરે ઘરમાંથી લાખો રૂપિયાનું ઝવેરાત ઉપાડ્યું. વિદ્યાશક્તિથી તેણે ઘરના માણસોને ઊંઘાડી દીધાં હતાં. ઝવેરાત લઈને, એ ગામની બહાર આવ્યો. મુનિરાજની પાસે જ એક ગીચ ઝાડી હતી. એ ઝાડીમાં એણે ઝવેરાત મૂકી દીધું.
જ્યારે પ્રભાત થયું. પેલા શ્રીમંતને ખબર પડી કે એના ઘરમાં ચોરી થઈ છે... એ દોડ્યો નગરરક્ષકોના અધિકારી પાસે. ફરિયાદ કરી. નગરરક્ષકોએ ચોરની શોધ કરવાં લાગ્યાં. વાનમંતર પેલા અધિકારી પાસે પહોંચ્યો. ‘તમે ચોરને શોધો છો ને?” ‘હા, લાખો રૂપિયાની કિંમતનું ઝવેરાત ચોરાયું છે...”
હું જાણું છું એ ચોર ને?' અધિકારી પોતાની જગ્યાથી ઊભો થઈ ગયો ને વાનમંતરને પકડ્યો...
તું જાણે છે ચોર ને? તો ચાલ મારી સાથે, મને બતાવ!'
પહેલી દૃષ્ટિએ તમે નહીં માની શકો કે એ ચોર છે! એ સાધુના વેશમાં છે. એણ તપસ્વી હોવાનો દંભ કર્યો છે.. ચાલો, હું એને બતાવું...'
ભાગ-૩ ભવ આઠમો
૧૨E0
For Private And Personal Use Only