________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારો અને પ્રજાજનો મુનિરાજને જોઈને, વિસ્મય પામ્યા... એમનો પરિચય પામીને સહુ ગદ્ગદ થઈ ગયાં...
મુનિરાજ ધ્યાનસ્થ હતાં. મૌન હતાં...
ત્યાં પેલો મૂર્છિત થઈ ગયેલો કઠિયારો, એની મૂર્છા દૂર થઈ... એણે મહારાજાને જોયા... હજારો પ્રજાજનોને મુનિરાજ સામે નતમસ્તકે ઊભેલા જોયાં. તેણે રાજા પાસે આવીને કહ્યું: ‘હું લાકડાનો ભારો માથે મૂકીને, અહીંથી પસાર થતો હતો ત્યારે આકાશમાંથી કોઈ ભયંકર માણસે આ મુનિરાજ પર આ પથ્થરશિલા પટકી... તો પણ આ મહાસત્ત્વશીલ મહાત્મા આ જગ્યાથી ખસ્યા નહીં... શિલા પડવાના તીવ્ર અવાજથી, હું માર્ગ પર જ પડી ગયો... મૂચ્છિત થઈ ગયો... પછી શું બન્યું, તે હું જાણતો નથી... પરંતુ પછી આ બીજી શિલા પણ એ જ દુષ્યે આકાશમાંથી મુનિરાજ ઉપર નાખી લાગે છે...’
આ વાત સાંભળીને, રાણીઓના મુખમાંથી સિસકારા નીકળી ગયા... એમની આંખો ભીની થઈ ગઈ... રાજા પણ ઉદ્વિગ્ન થઈ ગયો. તેના મુખ પર શોક છવાઈ ગયો. રાજાએ કહ્યું:
‘અહો, ક્ષુદ્ર જીવોની કેવી દુષ્ટતા? આ મહાત્માએ કેવું ભયાનક દુઃખ અનુભવ્યું હશે, જ્યારે એમના ઉપર આ તોતિંગ શિલા પડી હશે? એ દેવ કે દાનવ કેવો વિવેકશૂન્ય હશે? કેવી હશે એની અધમતા કે નિર્દયતા? જરૂર એ દુષ્ટ દાનવ ગુણદ્વેષી હોવો જોઈએ. કેવું ઘોર પાપકર્મ એણે કર્યું? આવા સર્વસંગના ત્યાગી, સમભાવમાં વર્તનારા, પરોપકાર-પરાયણ, મમતારહિત બની અપ્રમત્ત જીવન જીવનારા, આવા ભગવંત ઉપર એણે ઘોર ઉપસર્ગ કર્યો? પરંતુ મોહાંધ જીવો માટે કોઈ અકાર્ય હોતું નથી...'
રાજા વિશ્વક્સેન અતિ વ્યાકુળ બની, રુદન કરવા લાગ્યાં ત્યારે મહામુનિએ પોતાનું ધ્યાન પૂર્ણ કર્યું. તેઓ પાસેની શિલા પર બેઠા... તેમણે રાજાને કહ્યું :
‘રાજન, શોક ના કરો. જે કંઈ બન્યું છે તે મારાં જ પૂર્વજન્મમાં કરેલાં દુષ્કર્મનું ફળ છે. અને, આ તો કેટલું મામૂલી દુઃખ કહેવાય? અનાદિકાલીન કર્મબંધનમાં જકડાયેલા જીવો માટે આ સંસાર દુઃખમય જ છે.
સંસારના અનંત અનંત જીવો સ્વકૃત કર્મબંધના કારણે વિચિત્ર શારીરિક અને માનસિક દુઃખો ભોગવતા ચાર ગતિમાં ભટકી રહ્યાં છે. જન્મ... જરા... મૃત્યુ... રોગ... શોક વગેરે અસંખ્ય પ્રકારનાં દુ:ખો ભોગવી રહ્યાં છે. પ્રિયજનનો વિયોગ અપ્રિયજનનો સંયોગ... અપમાન... ત્રાસ વગેરે દુઃખોનો પાર નથી, આ સંસારમાં...
શ્રી સમરાદિત્ય મહાકા
૧૨૯૩
For Private And Personal Use Only