________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* તલવાર, ચક્ર વગેરે શસ્ત્રોથી શરીર ભેદે છે, પછી ગીધડાંઓ તીક્ષ્ણ ચાંચો મારીને... છેદી છેદીને શરીરના ટુકડાઓ ઉછાળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* કાંટાળા વૃક્ષો સાથે બાથ ભિડાવે છે, આગમાં સળગાવે છે.
* હિંસક પશુઓ ક્રૂરતાથી જીવ પર તૂટી પડે છે... ને જીવના શરીરને ખાઈ જાય છે.
* પોતાનાં જ શરીરનું માંસ કાપીને તેને ખવડાવવામાં આવે છે.
ૐ ત્યાં તપેલું સીસું, મુખ ફાડીને પિવડાવવામાં આવે છે.
રાજન, આ છે નરકની ઘોર યાતનાઓ... હવે એવો ધર્મપુરુષાર્થ કરો કે નરકતિર્યંચ ગતિમાં જવું ના પડે.’
રાજા વિશ્વક્સેને કહ્યુંઃ ‘હે ભગવંત, આપે તો આ જીવન સફળ કર્યું છે. કરવા યોગ્ય કાર્યનો દૃઢ નિર્ણય કર્યો છે. આત્માને સ્થિર અને ધીર કર્યો છે. આંતરશત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે. પ્રમાદનો ત્યાગ કર્યો છે. જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગ કરીને, ભવવનને આપ ઓળંગી ગયા છો... લગભગ મોક્ષ પામી જ ગયા છો... તેથી આપને, આપના ઉપર થયેલા ઉપસર્ગથી શોક ના થાય, એ બરાબર છે, પરંતુ એ ઉપસર્ગ કરનાર અધમ આત્મા તો તિરસ્કાર યોગ્ય જ છે...’
મહામુનિએ કહ્યું: ‘રાજન, શા માટે બીજા જીવોનો વિચાર કરો છો? ના કરો પરચિંતા, તમે તમારા આત્માની જ વિચારણા કરો...'
રાજા વિશ્વક્સેને અને એની રાણીઓ વિરક્ત બની... રાજાએ પૂછ્યું: ‘ભગવંત, આપના ઉપદેશથી અમે વિરક્ત બન્યાં છીએ... સર્વ સંગનો ત્યાગ કરી, ચારિત્રધર્મનો સ્વીકાર કરવાની, અમારી ભાવના તીવ્ર બની છે. આપ આજ્ઞા કરો કે કોની પાસે જઈને, ચારિત્રધર્મ અંગીકાર કરીએ?’
મહામુનિએ કહ્યું: ‘વિજયધર્મ આચાર્યદેવ પાસે જાઓ...’
તેઓ ગયા, ચારિત્ર ગ્રહણ કરી, જીવન સફળ કર્યું.
શ્રી સમરાદિત્ય મહાકથા
વાનમંત્તર વિદ્યાધર!
તેનું આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં હતું.
એના શરીરમાં તીવ્ર રોગો પેદા થયા. તેની પાંચે ઇન્દ્રિયો નકામી થઈ ગઈ. અતિશય આક્રંદ કરવા માંડ્યો, લગભગ મૂઢ-ગાંડો થઈ ગયો. પોતાના શરીર પર વિષ્ટાનો લેપ કરવા લાગ્યો. કાંટાળી શય્યા પર સૂવા લાગ્યો... અને એ રીતે મરણને શરણ થયો. મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો...
For Private And Personal Use Only
૧૨૯૫