________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિપૂર્ણ બન્યું હતું. રાજા ગુણચંદ્રનો યશ સોળે કળાએ ખીલ્યો હતો... ગુણચંદ્ર, વિદ્યાધર વાનમંતરને ભૂલી પણ ગયો હતો... પરંતુ વાનમંતર ગુણચંદ્રને ભૂલ્યો ન હતો. એ અવાર નવાર ગુણચંદ્રને મારવા વિચાર કરતો હતો... પરંતુ કોઈ ને કોઈ કાર્ય આવી જતું અને ગુણચંદ્રને મારવાનો વિચાર આગળ આગળ ઠેલાતો જતો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાનમંતરે નિર્ણય કર્યો. ‘આજે હું ગુણચંદ્રને મારી નાખું તો જ મારા મનમાં શાન્તિ થશે... મને ધરપત થશે...' એ વૈતાઢ પર્વતથી નીકળ્યો... એ અવાર નવાર મલયાચલ પર ફરવા માટે જતો, મલયાચલ પર અનેક દુર્લભ ઔષધિઓ હતી. એ લેવા માટે પણ વાનમંતર જતો હતો. એ નીકળ્યો ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. અયોધ્યાના આકાશમાં આવ્યો ત્યારે રાત્રિના અંધકારે અયોધ્યાને ઘેરી લીધું હતું.
વાનમંતર અદૃશ્ય બનીને, રાજમહેલમાં પ્રવેશ્યો.
મહારાજા ગુણચંદ્રના ખંડમાં પ્રવેશી ગયો, અને એક ખૂણામાં જઈને, ઊભો રહી ગયો... એણે જે દૃશ્ય જોયું... તેનાથી હતપ્રભ થઈ ગયો.
મહારાજા ગુણચંદ્ર એક સ્વચ્છ ભૂમિભાગ પર પદ્માસન લગાવીને, બેઠા હતા. એમની આંખો બંધ હતી... તેમના મુખ પર પ્રકાશ હતો. મસ્તકની ચારે બાજુ એક ઉજ્જ્વળ તેજોવલય હતું. મહારાજા શ્રી નવકારમંત્રના સ્મરણમાં લીન હતા... વાનમંતર જેવો વિદ્યાધર મહારાજાની પાસે જવામાં ગભરાયો... ‘આ મારો શત્રુ વધુ ને વધુ શક્તિશાળી બનતો જાય છે. મારે એને વહેલી તકે મારવો જોઈએ... પરંતુ અત્યારે એ અપ્રમત્તભાવે મંત્રસાધના કરી રહ્યો છે... એની રક્ષા શક્તિશાળી દેવો કરી રહ્યા છે... શું કરું?'
વાનમંતર વિચારમાં પડી ગયો... એની પાસે તલવાર હતી, 'આ તલવારનો એવી રીતે ઘા કરું... એનું મસ્તક જ ધડથી જુદું થઈ જાય... અહીંથી જ ઊભા ઊભા ધા કરું.’ તેણે છૂટી તલવાર ફેંકી... પરંતુ તલવાર ગુણચંદ્ર સુધી ના પહોંચી... એ તલવાર દોરડું બનીને ભૂમિ પર પડી ગઈ. વાનમંતર ગભરાયો... એ ચકિત થઈ ગયો... આ શું થયું? તલવારનું દોરડું બની ગયું. આને આ સ્થિતિમાં નહીં મારી શકાય... એ જ્યારે પ્રમાદમાં હશે ત્યારે મારીશ... પણ માર્યા વિના નહીં છોડું...'
વાનમંતર અદૃશ્ય થઈને ચાલ્યો ગયો.
૧૨૮૦
મહારાજા ગુણચંદ્ર તો ધ્યાનમાં લીન હતા. આ એમનો રોજનો ક્રમ હતો. પ્રતિદિન સંધ્યા પછી રાત્રિના પ્રથમ પ્રહરમાં, એ શ્રી નવકારમંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરતા હતા. નવકારમંત્રના અધિષ્ઠાયક દેવો ત્યાં એમનું રક્ષણ કરતા હતા. એ વખતે કોઈ ભૂત-પિશાચ કે વ્યંતર દેવો ઉપદ્રવ ના કરી શકે. ડાકિની-શાકિની કે વ્યંતરી સતાવી ના શકે. આ મહામંત્ર નવકારનો પ્રભાવ હતો.
મહારાજાનો જાપ પૂર્ણ થયો.
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only