________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એક પ્રલોભન પ્રબળ છે નાથ!'
મહારાજા મૌન રહ્યાં.
‘મને લાગે છે કે આપનું પ્રલોભન કદાચ નહીં છૂટે... બહારથી છૂટશે કદાચ... પણ હૃદયથી નહીં છૂટે. ભવોભવ તમે જ મને સ્વામી મળો... એવા વિચારો મને આવી જાય છે... અને પાછું એમ થાય છે કે ‘હે જીવ, તારે તો ત્રીજા ભવે મુક્તિ જોઈએ છે... તારે વીતરાગ બનવું છે... અને તું શાની ભવોભવની ઝંખના કરે છે?’ આ રીતે ભાવોનું યુદ્ધ ચાલ્યા કરે છે ભીતરમાં.'
‘એક સુધારો કર’
‘કેવો?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જ્યાં સુધી આપણી મુક્તિ ના થાય ત્યાં સુધી, આપણા બેનો જ સંબંધ થાઓ! સંસારમાં સાથે... મોક્ષમાં પણ સાથે. બરાબર ને?’
‘જ્યાં સુધી સૂક્ષ્મ પણ રાગ રહેશે આત્મામાં, સ્નેહનો પરિણામ રહેશે આત્મામાં, ત્યાં સુધી મુક્તિ નથી જ થવાની...'
‘મુક્તિનો રાગ તો રહેશે ને?’
‘એ રાગ જ વીતરાગ બનાવનારો છે!’
‘દેવી, એ તો બધું ભવિતવ્યતા પર નિર્ભર છે. જ્યારે મુક્તિ થવાની હશે ત્યારે થશે જ... અત્યારે શા માટે ચિંતા કરવી?
‘સાચી વાત છે આપની. હવે રાત પડી ગઈ છે... ગૃહમંદિરમાં આરતીનો સમય થઈ ગયો છે... પધારો, આપણે સાથે જ આજે પ્રભુની આરતી ઉતારીએ...’
૭
વહેલી સવારે રાજા-રાણી રથમાં બેસીને, નગરની બહાર ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનની જે જગ્યા પર આચાર્યશ્રી વિજયધર્મ બિરાજ્યા હતા અને જે જગ્યા પર મહારાજામહારાણીએ ચારિત્રધર્મ અંગીકાર કર્યો હતો, એ જગ્યાની ધૂળ લઈ માથે મૂકી... ભાવપૂર્વક ગુરુદેવને વંદના કરી, પિતા-મુનિરાજને વંદના કરી, માતા-સાધ્વીને વંદના કી...
૧૨૦૮
ઉદ્યાનમાં એકાદ ઘટિકા વિતાવીને તેઓ નદીના કિનારે ગયાં. નદીનાં પૂર ઓસરી ગયાં હતાં... પાણીનો પ્રવાહ સાવ છીંછરો થઈ ગયો હતો... અતિ શાન્ત બની ગયો હતો. કિનારા પરનાં વૃક્ષો ડોલી રહ્યાં હતાં. પક્ષીઓ આનંદથી ઊડી રહ્યાં હતાં... રાજાએ રાણી તરફ જોયું. બંનેની દૃષ્ટિ મળી. રાજા બોલ્યા:
‘દેવી, આ એ જ વર્ષાકાળની ઉન્મત્ત નદી છે જે બે કાંઠે વહેતી હતી... કિનારો તોડી નાખતી હતી. બગીચાને જેણે ધમરોળી નાખ્યો હતો. અને આજે! ત્યારે લોકો આ નદીના રૌદ્ર રૂપથી ગભરાઈ ગયાં હતાં, આજે એ જ લોકો નદીના પ્રવાહમાં
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only