________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું કે ત્યારે મને જાણે મોહનો નશો ચડ્યો હોય છે. એ નશો ઊતરી જાય છે... જલદી ઊતરી જાય છે. ત્યારે પશ્ચાત્તાપની પીડા ઊપડે છે. કોઈ અજ્ઞાત બળ ઘેરી વળે છે, મારાં સમગ્ર વ્યક્તિત્વને!”
સ્વામીનાથ, આ વાત પણ મને સાધ્વીજીએ સમજાવી હતી. કે સમકિત દૃષ્ટિ આત્મા વૈષયિક સુખોન ભોગવે, છતાં અતિ અલ્પ કર્મબંધ કરે છે. માટે દુર્ગતિનો ભય નહીં રાખવાનો નિર્ભય બનીને, વિકાસયાત્રા ચાલુ રાખવાની. આપણને પરલોકનો ભય લાગે છે ને? ભય કર્મોનો લાગે છે ને? ના, સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયા પછી આત્માને દુર્ગતિમાં જવું પડતું નથી, એને સદ્ગતિની જ પ્રાપ્તિ થાય છે.
પરંતુ, પ્રગટ થયેલું સમ્યગદર્શન કાયમ ટકે જ, એવો નિયમ નથી ને? ક્યારેક એ દીવો બુઝાઈ પણ જાય!
જ્યાં સુધી આત્મામાં દુઃખી જીવો પ્રત્યે અનુકંપા છે, મોક્ષ ગમે છે, સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ છે... જિનવચનો પ્રત્યે શ્રદ્ધા છે અને આંશિક રૂપે પણ શાન્તિ-સમતા છે, ત્યાં સુધી સમ્યગદર્શનો દીપક બુઝાયો નથી, એમ સમજવાનું. આ વાત ક્યારેક પ્રગટ ના પણ દેખાય... પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિથી આત્મામાં હોય..'
દેવી, જિનવચનો ઉપરની શ્રદ્ધા તો એવી અવિચલ છે કે દેવલોકનો ઇન્દ્ર પણ મારી શ્રદ્ધાને વિચલિત નહીં કરી શકે. આચાર્યદેવ વિજયધર્મનો એ ઉપકાર છે, તેઓએ જ સાચી શ્રદ્ધાનાં બીજ આત્મામાં વાવી દીધાં છે. એ પરમ ઉપકારી મહાપુરુષના ઉપકારને હું ક્યારેય ભૂલી શકીશ નહીં...'
હે દેવ, આ શ્રદ્ધા રહેશે ત્યાં સુધી સમ્યગદર્શનનો દીપક બુઝાવાનો નથી... અને સમ્યગદર્શનનો ભાવ... આત્મવીર્યને ઉલ્લસિત કરનારો શ્રેષ્ઠ ભાવ છે... માટે જ તો આપે શ્રાવકધર્મ સ્વીકાર્યો અને એનું યથોચિત પાલન કરી રહ્યા છો. આત્મવીર્ય, આત્માને ઉલ્લાસ પ્રગટ્યા વિના શ્રાવકધર્મ અને સાધુધર્મનું પાલન થઈ શકતું નથી.”
સાધ્વીજી સુસંગતા કહેતાં હતાં કે મનનાં પરિણામોની ચંચળતા તો સાધુધર્મના સ્વીકાર પછી પણ રહે છે, પરંતુ એ ચંચળતા પર સાધુ સંયમ રાખી શકે છે, શ્રાવક પણ યથાશક્તિ સંયમ રાખી શકે છે. આ મન અને ઇન્દ્રિયો ઉપરનો સંયમ, એ જ ચારિત્ર છે. મન-વચન-કાયાના યોગની સ્થિરતા, એ જ ચારિત્ર.”
અત્યારે તો... આ અવસ્થામાં ચિત્તની ચંચળતા રહેવાની, છતાં આપનો મન પર કેટલો સંયમ છે! આપ એક સામ્રાજ્યના રાજા છો. આપની પાસે ક્યાં સુખ નથી? છતાં ભોગવી શકાય એવા પણ કેટલાં બધા વૈષયિક સુખોનો આપે સ્વેચ્છાપૂર્વક ત્યાગ કર્યો છે! સુખો હોવા છતાં, સુખોનો ત્યાગ કરવા માટે દઢ મનોબળ જોઈએ છે. આપનું મનોબળ ઘણું દઢ છે...”
અને તારું? મારા કરતાં પણ તારું મનોબળ ઘણું વધારે દઢ છે. મેં ઘણા પ્રસંગોમાં જોયું છે. ઘણાં પ્રલોભનોની સામે તું અડગ રહી છે...' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only