________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી બાજુ આચાર્યદેવ વિજયધર્મ અનેક શિષ્યો સાથે, અયોધ્યાના બાહ્ય ઉદ્યાનમાં પધારી ગયાં. વનપાલકે મહારાજાને સમાચાર આપ્યા. મહારાજાએ વનપાલકને પ્રીતિદાન આપ્યું. અને મોટા આડંબર સાથે વંદન કરવા ગયાં.
આચાર્યદેવનાં દર્શન-વંદન કરીને, પ્રસન્નતા અનુભવી. આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળ્યો, ત્યાર બાદ ઊભા થઈને, વિનંતી કરી.
ભગવંત, આ સંસાર પ્રત્યે હું વિરક્ત થયો છું. મને ચારિત્રધર્મ આપીને, ભવસાગરથી તારો..'
રાજન, હું તમારી ભાવના જાણીને જ અહીં આવ્યો છું. શુભ કાર્યમાં વિલંબ ના કરશો...”
‘ગુરુદેવ, રાજકુમાર ગુણચંદ્રને આપ જાણો છો. એનો રાજ્યાભિષેક કરીને, અમે બંને આપની પાસે આવીશું. આપનાં ચરણે જીવન સમર્પિત કરીશું.”
રાજન, તમે જે વાત, કરી તે ઉચિત છે. ગુણચંદ્રકુમાર વ્રતધારી શ્રાવક બન્યો છે. રાજા બનવા તે સર્વથા યોગ્ય છે. તમારી નિર્ણય સમુચિત છે.”
આપનો ઉપકાર, ગુરુદેવ!' શુભ મુહૂર્ત કુમાર ગુણચંદ્રનો રાજ્યાભિષેક થઈ ગય. પ્રજા આનંદિત થઈ. સહુએ નવા રાજાને પ્રેમથી વધાવ્યા, પ્રેમથી સ્વીકાર્યા.
એ જ દિવસે, મહામંત્રીએ રાજ્યસભામાં ઊભા થઈને, ઘોષણા કરી: “આવતી કાલે પ્રભાતે મહારાજા મૈત્રીબળ અને મહારાણી પદ્માવતી ગૃહત્યાગ કરશે અને સંયમધર્મનો સ્વીકાર કરશે. આચાર્યદેવ વિજયધર્મ તેઓને સાધુવેશ સમર્પિત કરશે.. જે કોઈની ઇચ્છા ચારિત્રધર્મ સ્વીકારવાની હોય, તેઓ કાલે ઉદ્યાનમાં આવે. તેઓની કોઈ મુશ્કેલી હોય તો મને મળે... એમની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરીશ...”
મહારાજાએ થોડા શબ્દોમાં જ પોતાનું વક્તવ્ય કર્યું
“વહાલાં પ્રજાજનો, આજથી તમારા રાજા ગુણચંદ્ર છે. જેવી રીતે તમે સહુ, મારી આજ્ઞા માનતાં હતાં, એ જ રીતે ગુણચંદ્રની આજ્ઞા માનજો....'
એ ન ભૂલશો કે આ મનુષ્યજીવનની સાર્થકતા ચારિત્રધર્મથી જ છે... વૃદ્ધાવસ્થા આવે એ પૂર્વે, ચારિત્રધર્મની આરાધના કરી લેવા, મનમાં નિર્ણય કરજો....”
૦ ૦ ૦ એક હજાર સ્ત્રી પુરુષો સાથે રાજા-રાણીએ, આચાર્યદેવ વિજયધર્મની પાસે ચારિત્રધર્મ અંગીકાર કર્યો.
ગુણચંદ્ર રાજા અને રત્નાવતી રાણી સાથે સહુએ વંદના કરી. જ નૂતન દીક્ષિતો સાથે આચાર્યદેવ અને સાધ્વી સુસંગતાએ વિહાર કર્યો..
એક એક જ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૫
For Private And Personal Use Only