________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રત્નવતીનો સ્વર ભીનો થઈ ગયો... પદ્માવતીએ કહ્યું:
‘હૈ સુશીલે, કુમારનો પહેલાં જ મુહૂર્તો રાજ્યાભિષેક થશે. તે રાજા બનશે એટલે તું રાણી બનીશ. રાણી તરફથી પ્રજાને ઘણી અપેક્ષાઓ હોય છે. મેં જાણી છે પ્રજાની અપેક્ષાઓ અને એ અપેક્ષાઓમાંથી શક્ય અને સુયોગ્ય અપેક્ષાઓ પૂર્ણ કરી છે. ઘણી સ્ત્રીઓ તારી પાસે આવશે, ફરિયાદો લાવશે... પોતાનાં દુઃખ કહેશે... તું શાન્તિથી સાંભળજે. તું શાન્તિથી સાંભળીશ એની વાતો, તેથી જ તેનું હૃદય હળવું બની જશે... તું એનાં દુઃખ દૂર કરે કે ના કરે, માત્ર આશ્વાસન આપીશ તો પણ તે રાજી થઈને જશે... ક્યારેય પણ પ્રજાજનોનો તિરસ્કાર ના કરીશ. અયોધ્યાના સામ્રાજ્યની મહારાણીનું પદ ગૌરવવંતું છે. તું એ પદને જરૂ૨ શોભાવીશ, એવો મને વિશ્વાસ છે. છતાં તારી ઉંમર નાની છે... એટલે અને તારા પ્રત્યે ગહન લાગણી છે માટે, કહી રહી છું...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મને ગમે છે આપની આ બધી વાતો, આપ નિ:સંકોચપણે કહો...’ રત્નવતીએ મહારાણીના બે હાથ પોતાના હાથમાં લીધા. બાળકુમાર રમતો રમતો સૂઈ ગયો હતો. મહારાણીએ કહ્યું: ‘હે વત્સે, આ મહેલમાં તું જાણે છે કે કુલમહત્તરાઓ પણ છે. તું એ કુલમહત્તરાઓને માન આપજે. આજે જે કુલમહત્તરાઓ છે એ મારી સાસુના સમયથી છે. મેં આ મહેલમાં પગ મૂક્યો હતો ત્યારથી હું એ મહત્તરાઓને માન આપું છું. ક્યારેય મેં એમનું અપમાન નથી કર્યું. પ્રસંગે પ્રસંગે એ મહત્તરાઓએ મને સાચવી છે, મારો યશ ફેલાવ્યો છે. તું પણ એ મહત્તરાઓનું ગૌરવ સાચવજે.
અને, મહેલની દાસીઓ કેટલીક જૂની છે, કેટલીક નવી છે. એમની સાથે પણ સદ્વ્યવહાર રાખજે, ખરેખર પ્રજામાં આપણો યશ કે અપયશ ફેલાવનારી આ દાસીઓ હોય છે. એમની સાથે સારો વ્યવહા૨ ૨ાખવાથી, તેઓ તારો યશ ફેલાવશે. તને વફાદાર રહેશે...’
‘આપે બહું સારું માર્ગદર્શન આપ્યું. માતાજી, હજુ પણ જે જે માર્ગદર્શન આપવું ઉચિત લાગે તે અવશ્ય આપો...' રત્નવતીને આજે પહેલી વાર જ પદ્માવતીની ઊંડી સમજદારીનો અનુભવ થઈ રહ્યો હતો. બાકી પદ્માવતી બહુ જ ઓછું બોલનારી રાણી હતી. એ ખપ પૂરતું જ બોલતી. કોઈ પૂછે તો જ ઉત્તર આપતી...' ૦ ૦ ૦
♦ કુમાર ગુણચંદ્રના રાજ્યાભિષેકનું મુહૂર્ત આઠ દિવસ પછીનું નીકળ્યું. ♦ મંત્રીમંડળે મહારાજાની ભાવનાને અનુમોદન આપ્યું.
૧૨૭૪
* નગરમાં ઘોષણાઓ થઈ ગઈ.
* મહારાજાએ દીન-અનાથોને દાન આપવાનું શરૂ કરી દીધું.
* નગરનાં સર્વે મંદિરોમાં મહોત્સવ મંડાઈ ગયા.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ આઠમો